ક્રાઈમ સીટી બન્યું સુરત: ગુનાખોરોમાંથી પોલીસનો ડર ગાયબ- વધુ એક હત્યા

ક્રાઈમ રિપોર્ટર: સુરતમાં દિન પ્રતિદિન ગુનાખોરી નો ગ્રાફ વધતો જતો હોય તેવુ લાગી રહ્યું છે. એક જ દિવસમાં બે બે હત્યા ને અંજામ આપી ગુનેગારો ભાગી છૂટ્યા હતા. સુરતના વેડરોડ ઝીલાની બ્રિજ નજીક અંગત અદાવતમાં માંડવા બધુઓએ 3 શખ્સો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.જેમાં એક શખ્સ નું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું જ્યારે અન્ય બે ને નજીક ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સુરતના વેડરોડ ઝીલાની બ્રિજ નજીક બપોર ના સમયે માંડવા બધું ઓની કોઈક વાત ને લઈ ને ગુલામ મોહમદ શેખ સાથે બોલાચાલી થઈ હતી. જો કે જે તે સમયે આ ઘટના રફેદફે થઈ ગઈ હતી. જો કે માંડવા બધુઓએ બદલો લેવાની ફિરાકમાં ખૂનીખેલ રમી નાખ્યો હતો. ઝીલાની બ્રિજ નજીક આવેલી ટી સેન્ટર પર ગુલામ શેખ તેના બે મિત્રો સાથે ઉભો હતો. દરમિયાન માંડવા બધુઓ ત્યાં એકાંએક ત્રાટકી ગુલામ અને તેના સથીમિત્રો પર તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા હતા. સામસામે મારામારી માં ટી સ્ટોલ માં પણ તોડફોડ કરી નાખી હતી. જ્યાં માંડવા બધુઓએ ગુલામ શેખ ની ઘટના સ્થળ પર જ કરપીણ હત્યા કરી ભાગી છૂટ્યા હતા.

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ અન્ય બે ઘાયલો ને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ માં ખસેડયા હતા. આ ઘટના ની જાણ થતાં જ ઉપરી અધિકારી તથા લાલગેટ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. હાલ તો લાલગેટ પોલીસે સમીર, હર્ષદ અને શેખ મુનાફ વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હાલ આ બનાવમાં હુમલો ક્યાં કારણોસર કરવામાં આવ્યો હતો તે અંગે લાલગેટ પોલીસે તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *