સી.આર.પાટીલ AAPના કાર્યકર્તાઓને ફોન કરીને ગાળાગાળી અને ધાક ધમકીઓ આપી રહ્યા છે- ગોપાલ ઈટાલીયા

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા(Gopal Italia) દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી એટલે કે…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા(Gopal Italia) દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી એટલે કે 15 જુનથી ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા વીજળી આંદોલન શરુ કરવામાં આવ્યું છે. જે રીતે અરવિંદ કેજરીવાલની સરકાર દિલ્હીમાં 200 યુનિટ જેટલી વીજળી ફ્રીમાં આપી રહી છે અને પંજાબમાં ભગવત માનની સરકાર પહેલી જુલાઈ એટલે કે આવતી પહેલી તારીખથી 300 યુનિટ વીજળી ફ્રી આપવા જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ(BJP)ની ભ્રષ્ટ સરકાર પણ લોકોને લુંટવાનું બંધ કરે અને લોકોને વીજળી સસ્તી આપે તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે અને લોકોનો પણ ખુબ પ્રતિસાદ મળી રહ્યો છે.

વધુમાં ઉમેરતા ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જે હોર્ડિંગ મારવામાં આવે છે અને વીજળી આંદોલન કરવામાં આવે છે ત્યારે સી.આર.પાટીલના ઈશારે પોલીસના માધ્યમથી ડરાવવા, દબાવવાની ખુબ કોશિશ થઇ રહી છે. રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવે છે, કેસો દાખલ કરવામાં આવે છે અમારા હોર્ડિગ્સ ફાડી નાખવામાં આવે છે. પરંતુ બે કે ત્રણ દિવસ પહેલા અપેક્ષા ના હોય સી.આર.પાટીલ દ્વારા એક કૃત્ય કરવામાં આવ્યું છે અને જેના પુરાવા સાથે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી રહ્યા છીએ.

ગોપાલ ઈટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, લીંબાયત વિસ્તારના અમારા કાર્યકર્તા પંકજભાઈએ તેમના પોતાના સ્વખર્ચે પોતાના લીંબાયત વિસ્તારમાં લોકો સુધી વીજળી આંદોલનની જાણકારી પહોચે તે માટે હોર્ડિગ્સ લગાવ્યા, ત્યારે આ હોર્ડિગ્સને કારને સી.આર.પાટીલ એટલા બધા અકળાય ગયા કે પંકજભાઈને સી.આર.પાટીલે ફોન કરીને ગાળાગાળી કરી, ધાક ધમકીઓ મારવામાં આવી છે.

વધુમાં કહ્યું છે કે, આ પ્રકારના વર્તનને કારણે પંકજભાઈ સી.આર.પાટીલની વિરુદ્ધમાં FIR લખાવવા માટે લીંબાયત પોલીસ સ્ટેશન જવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *