આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના શ્રી સત્ય સાંઈ જિલ્લા(Satya Sai district)માં એક ભયાનક અકસ્માત(Accident)માં આઠ લોકો જીવતા સળગી ગયા હતા. તાડીપત્રી મંડળના ચિલ્લાકોંડયા પલ્લી ગામ પાસે બનેલી ઘટના મુજબ, મુસાફરોને લઈ જતી ઓટો રિક્ષા પર હાઈ ટેન્શનનો ઈલેક્ટ્રિક વાયર પડ્યો હતો.
સમગ્ર ઓટો રિક્ષા ભડકે બળી ગઈ હતી અને ઓટોમાં સવાર તમામ લોકો જીવતા સળગી ગયા હતા, તેમને બચવાનો મોકો મળ્યો નહોતો. આ ભયાનક અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. તમામ ગુંડમપાલી ગામના રહેવાસી છે. તેઓ ખેતરોમાં કામ કરવા જતા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, વીજ કરંટથી લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે કોઈને બચવાનો મોકો જ ન મળ્યો અને ઓટોમાં સવાર તમામ લોકો આ મોટી દુર્ઘટનાનો શિકાર બન્યા. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તમામ મૃતકો ખેતરમાં કામ કરતા મજૂરો હતા અને તેઓ સવારે પોતાના કામ પર જતા હતા. ત્યારે રસ્તામાં આ ભયાનક અકસ્માત થયો હતો.
જણાવી દઈએ કે વીજ કરંટ સિવાય આ મહિને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીકનો મામલો સામે આવ્યો હતો. એક કંપનીમાં ગેસ લીક થવાને કારણે કંપનીમાં કામ કરતી 30 મહિલા કર્મચારીઓ બીમાર પડી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગેસ ગળતરની ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિની તપાસ કરી હતી. બાબતે તપાસ ચાલુ છે. અચ્યુતપુરમમાં પોરસ લેબોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આજે ગેસ લીક થવાની ઘટના બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.