ઉદયપુર હત્યાકાંડને લઈને દિવસેને દિવસે ખુલી રહ્યા છે રાજ- જાણો હવે શું થયા મોટા ખુલાસાઓ?

રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ(Kanaiyalal)ની ઘાતકી હત્યાકાંડ(Murder case) મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હત્યાનો આરોપી ગૌસ મોહમ્મદ પાકિસ્તાનમાં બેઠેલા સલમાન હૈદર અને અબુ ઈબ્રાહિમના સંપર્કમાં હતો. આ જ રિયાઝ અત્તારીનું બ્રેઈનવોશ કરીને પોતાની સાથે ભળી ગયો હતો.

સલમાન હૈદરે જ ગૌસ મોહમ્મદને કટ્ટરપંથી બનાવવાની તાલીમ આપી હતી. સાથે જ અબુ ઈબ્રાહિમ આતંકી ગતિવિધિઓમાં સામેલ છે. સલમાન હૈદરે ઈબ્રાહિમનો સંપર્ક ગૌસ મોહમ્મદ સાથે કર્યો હતો. ગૌસના ઘરેથી ઝાકિર નાઈકના ભાષણો પણ મળી આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં એ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે કનૈયાલાલના હત્યારા આઈએસના સંપર્કમાં હતા કે નહીં. હજુ તપાસ ચાલુ છે. NIA બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. એટીએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ સુધી આરોપીઓના મધ્યપ્રદેશના અલ સુફા જૂથ સાથે સંબંધ હોવાના કોઈ પુરાવા નથી.

જોકે, અધિકારીઓનું કહેવું છે કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આરોપીઓ પાસેથી ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. તેમના રિપોર્ટ અને મોબાઈલ ડેટાની વિગતો આવ્યા બાદ જ કંઈક સ્પષ્ટ થશે. આ સિવાય ANIની તપાસમાં વધુ પુરાવા બહાર આવશે.

બંને આરોપીઓને અજમેર જેલમાં ખસેડવામાં આવ્યા હતા:
કનૈયાલાલની હત્યામાં સંડોવાયેલા બંને આરોપી ગૌસ મોહમ્મદ અને રિયાઝને અજમેર જેલમાં ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુપ્તચર વિભાગે આશંકા વ્યક્ત કરી હતી કે બંનેના જીવ જોખમમાં હોઈ શકે છે. ઈન્ટેલિજન્સ વિભાગે કોર્ટમાં હાજર થયા બાદ આ ચેતવણી આપી હતી. આ પછી, બંને આરોપીઓને અજમેરની ઉચ્ચ સુરક્ષા જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉદયપુરના એસપી અને આઈજીને હટાવ્યા
રાજસ્થાન સરકારે ઉદયપુરના એસપી મનોજ કુમાર અને આઈજી હિંગલાજ દાનને હટાવી દીધા છે. રાજસ્થાન સરકારે દસ જિલ્લાના એસપીની બદલી કરી છે. હવે વિકાસ શર્મા ઉદયપુરના નવા એસપી હશે. આ પહેલા રાજસ્થાન સરકારે ઉદયપુરના ASIને બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરી દીધા હતા. કનૈયાલાલની ફરિયાદ પરથી ASI ભંવર લાલે સમાધાન કરાવ્યું હતું. કન્હૈયા લાલ હત્યા કેસમાં પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

28 જૂને થઈ હતી હત્યા:
ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે બપોરે બે યુવકો મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદે ટેલર કનૈયાલાલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. આરોપી કપડા સિલાઇ કરાવવાના બહાને દુકાને આવ્યો હતો. આ પછી બંને આરોપીઓએ વીડિયો શેર કરીને કહ્યું કે ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે તેઓએ કનૈયાલાલની હત્યા કરી. હકીકતમાં, કનૈયાલાલએ પોલીસને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આટલું જ નહીં તેણે પોલીસ પાસે સુરક્ષાની પણ માંગ કરી હતી. પરંતુ પોલીસે સુરક્ષા આપવાને બદલે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *