ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાં (Kanpur) પતિ-પત્નીની ઘાતકી હત્યાના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. 24 વર્ષ પહેલા દત્તક(Adopted) લીધેલી પુત્રીએ અને તેના પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી. હત્યા પાછળનું કારણ મિલકત મેળવવાની ઈચ્છા હોવાનું કહેવાય છે, જેનો કેટલોક ભાગ બંને પોતાની પુત્રવધૂને આપવાના હતા. આનાથી પુત્રી ગુસ્સે થઈ ગઈ અને તેણે તેના માતા-પિતાની હત્યા કરી નાખી.
વાસ્તવમાં કાનપુરની બર્રા પોલીસે માતા-પિતાની હત્યાના આરોપમાં પુત્રી કોમલ ઉર્ફે આકાંક્ષાની અટકાયત કરી છે. મૃતક મુન્નાલાલને કોઈ પુત્રી ન હોવાથી તેણે 24 વર્ષ પહેલા તેના સંબંધી છોટેલાલ પાસેથી કોમલને દત્તક લીધી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. આ દરમિયાન મૃતક મુન્નાલાલના પુત્ર અનૂપ અને તેની પત્ની સોનિકા વચ્ચે ઝઘડો થયો હતો.
સોનિકાએ દહેજનો કેસ કર્યો હતો. સોનિકાના પરિવારે 50 લાખની માંગણી કરી હતી, જ્યારે મુન્નાલાલ માત્ર એક મર્યાદા સુધી રોકડ આપીને સમાધાન કરવાના હતા. મુન્નાલાલ પાસે પોતાનું ઘર અને થોડું બેંક બેલેન્સ હતું. કોમલને આ બધી મિલકત અને પૈસા જોઈતા હતા, જેથી તે તેના પ્રેમી સાથે આરામથી જીવન જીવી શકે.
કોમલે તેના પ્રેમી રોહિત સાથે મળીને તેના માતા-પિતાને મારવાનો પ્લાન બનાવ્યો હતો. બંનેનો પ્લાન હતો કે અનૂપના સાસરિયાઓ સામે હત્યાનો આરોપ લગાવવામાં આવશે. સોમવારે સાંજે કોમલે માતા-પિતા અને ભાઈને દવા ભેળવેલું જ્યુસ પીવડાવ્યું હતું. કોમલ દરરોજ તેની માતા સાથે સૂતી હતી, જ્યારે અનૂપ અલગ રૂમમાં સૂતો હતો.
પોલીસનો દાવો છે કે કોમલે તેના પ્રેમી રોહિત સાથે મળીને પહેલા તેની માતા અને પછી પિતાની હત્યા કરી હતી. અનૂપ કહે છે, ‘જ્યારે કોમલે મને જ્યુસ પીવડાવ્યુ ત્યારે એનો સ્વાદ કંઈક અલગ આવતો હતો એવું લાગતું હતું, એ પછી હું સૂઈ ગયો, પછી કોમલે આવીને મને જગાડ્યો અને કહ્યું ભાઈ મમ્મી-પપ્પાની હત્યા થઈ ગઈ છે.
જ્યારે કાનપુર પોલીસે હત્યાની તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો, જેને ઘરનો કોઈ વ્યક્તિ જ ખોલી શકે છે. વિસ્તારના સીસીટીવીમાં એક વ્યક્તિ ઘરની બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ પછી જ્યારે કોમલને પૂછપરછ કરવામાં આવી અને તેની કોલ ડિટેઈલ સર્ચ કરવામાં આવી તો તેણે પોતે આ સમગ્ર ઘટનાની કબૂલાત કરી.
પોલીસે કોમલને હિરાસતમાં લીધી છે. આ સાથે જ તે રોહિતની ધરપકડ માટે પણ પ્રયાસ કરી રહી છે. પોલીસને શહેરમાં ઘણી જગ્યાએ રોહિતનું લોકેશન મળ્યું હતું. પોલીસને આશા છે કે તે ટૂંક સમયમાં રોહિતની ધરપકડ કરશે, ત્યારબાદ પોલીસ તપાસ કરશે કે આ ઘટનામાં કેટલા લોકો સામેલ હતા કારણ કે કોમલ ઘણા પ્રશ્નોના જવાબ આપી રહી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.