બિહારના (Bihar) નાલંદાની (Nalanda) એક હોટલના રૂમમાંથી પ્રેમી યુગલના મૃતદેહ અર્ધ નગ્ન અવસ્થામાં મળી આવ્યા હતા. એક સાથે બે મૃતદેહ મળી આવતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ઘટના બાદ મૃતકોની ઓળખ નવાદા જિલ્લાના કાશિચક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મધેપુર ગામના રહેવાસી 20 વર્ષીય રોકી કુમાર તરીકે થઈ છે, જ્યારે કિશોરીની ઓળખ લખીસરાય પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોગિયા ગામમાં રહેતા અમર પાસવાનની 17 વર્ષીય પુત્રી સોનમ કુમારી તરીકે થઈ છે. કિશોરી પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં રહીને અભ્યાસ કરતી હતી.
ગેસ્ટ હાઉસના કેરટેકરએ જણાવ્યું કે મંગળવારે સવારે જ્યારે તે ટેરેસ પરના છોડને પાણી આપી રહ્યો હતો ત્યારે મૃતકની બાજુના રૂમમાં રહેતા છોકરાએ ફરિયાદ કરી કે બાજુના રૂમમાંથી દુર્ગંધ આવી રહી છે. લોકોએ રૂમ ખોલવાનું કહ્યું પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. અવાજ આપ્યા બાદ પણ કોઈ હલચલ દેખાતી ન હતી, ત્યારબાદ રૂમનો દરવાજો તોડયો પરંતુ અંદર બંને મૃત હાલતમાં પડ્યા હતા. આ પછી પોલીસને માહિતી આપવામાં આવી હતી.
એવું કહેવાય છે કે પ્રેમી યુગલે સોમવારે સવારે 11:00 વાગ્યે એમ કહીને રૂમ બુક કરાવ્યો હતો કે તેઓ તેમની ટ્રેન ચૂકી ગયા છે. છોકરાએ કહ્યું હતું કે તેને મંગળવારે સવારે 8:30 વાગ્યે લેબર ટ્રેન પકડવાની છે. ઘટના બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ખિસ્સામાંથી મળેલા ઓળખ પત્રના આધારે બંનેની ઓળખ નવાદા અને લખીસરાયના રહેવાસી તરીકે થઈ છે. બિહારના એસએચઓ સંતોષ કુમારે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું જણાય છે.
હાલમાં બંનેના પરિવારજનોને ફોન કરીને આ અંગે જાણ કરવામાં આવી છે. કિશોરી પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાની મધેપુરા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી, જ્યાંથી તે 7 જુલાઈથી ગુમ હતી. આ મામલામાં સ્થાનિક પોલીસ સ્ટેશન કુલચીમાં કિશોરીના ગુમ થવાનો કેસ પણ નોંધાયેલ છે. પોલીસ સ્વજનોના આવવાની રાહ જોઈ રહ્યા છે. સમગ્ર મામલો સ્વજનોના આવ્યા બાદ જ સ્પષ્ટ થશે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ બહાર આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.