મોડી રાત્રે રતલામ (Ratlam) માં બાયપાસ પર એક ટ્રક 30 ફૂટ ઊંડી ખાડીમાં પડી ગયો હતો. જ્યારે ટ્રકમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના મધરાતે 2.00 કલાકે બની હતી. જ્યાં પુણેથી દિલ્હી (Pune to Delhi) જઈ રહેલી કેરી ભરેલી ટ્રક બેકાબૂ થઈને પુલ પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેઓને સ્થાનિક લોકો અને સાલાખેડી ચોકી પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત ટ્રકમાંથી બહાર કાઢી જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ટ્રક અકસ્માતની ઘટના બપોરના 2:00 વાગ્યાની આસપાસ બની હતી. જ્યાં મહુ નીમચ રોડ પર બાયપાસ પર પુલ પરથી કેરીઓ ભરેલી ટ્રક બેકાબુ થઈને નીચે પડી ગઈ હતી. 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ટ્રકમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ સાલાખેડી ચોકી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકો સાથે ત્રણેય ઘાયલોને બચાવીને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર જે ટ્રક ક્રેશ થયો તે પૂણેથી દિલ્હી જઈ રહ્યો હતો.
આપને જણાવી દઈએ કે દિવસેને દિવસે સામે આવી રહેલા રોડ અકસ્માતોને કારણે મધ્યપ્રદેશ અકસ્માતનું કેન્દ્ર બની રહ્યું છે. ગઈકાલે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં એક બસ ટુ-લેન પુલની રેલિંગ તોડીને નર્મદા નદીમાં પડી હતી. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, દેશભરમાં હાહાકાર મચી ગયો હતો.
આટલું જ નહિ ઈન્દોરના લસુડિયા બાયપાસ પર અકસ્માત થયો છે, ઈન્દોરના લસુડિયા બાયપાસ પર સોમવારે આઈશર મિની ટ્રક રોડની બાજુમાં ઉભેલી ટ્રક સાથે અથડાઈ, જેમાં ડ્રાઈવરનું દર્દનાક મોત થયું હતું. આ જ અશોકનગર-પીપરાઈ રોડ પર કાર રોડ પરથી ઉતરી કૂવામાં પડી હતી. અકસ્માત બાદ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.