મઘ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પોલાપુજા બહુ ફેમસ છે. એમાં ખેડૂતો પોતાના બળદને સજાવે છે અને પૂજા કરે છે. પૂજા દરમ્યાન તેઓ બળદને જાતજાતની ચીજો ખવડાવે છે. એમાં એક બીજો રીવાજ એ પણ છે કે ઘરના તમામ સભ્યોની એક-એક સોનાની ચીજ એકત્ર કરવામાં આવે છે અને એને બળદના માથે લગાડીને પ્રાર્થના કરવામાં આવે છે.
તસ્વીરો પ્રતીકાત્મક છે..
મહારાષ્ટ્રના અહમદનગરના રાયટે વાઘપુર ગામમાં બાબુરાવ શિંદે નામના ખેડૂતના ઘરે આ પોલાપૂજા દરમ્યાન અજીબો ગરીબ હાદસો બની ગયો. તેમની પત્ની રીતિ રિવાજ સાથે પૂજા કરી હતી. તેણે પોતાનું દોઢ લાખ રૂપિયાનું મંગળસૂત્ર બળદના ગળે ફેરવ્યું અને પછી ભૂલથી તે જે ડિશમાં મીઠી રોટલી હતી એમાં જ મૂકી દીધું. આ એ જ પ્લેટ હતી જેમાં બળદને ખાવાનું આપવાનું હતું.
એ જ ઘડીએ લાઇટ જતાં અંધારૂ થયું અને બાબુરાવની પત્ની મીણબતી લેવા અંદર ગઇ અને જયારે તે પાછી આવી ત્યારે બળદે પેલી મીઠી રોટલી ખાઇ લીધેલ અને એમાં પડેલું મંગળસૂત્ર પણ ગાયબ થઇ ગયેલું. જોયું તો બળદ એ મંગળસૂત્ર ચાવી રહ્યો હતો. તેણે ઘણી કોશીશ કરી કે બળદએ ઓકી નાખે પણ એમ ન થયું.
એ પછી બંને જણ રોજ તેના પોદળામાં મંગળસૂત્ર શોધતાં હતા. આઠ દિવસ સુધી કંઇ હાથ ન લાગતાં તેને પશુચિકિત્સક પાસે લઇ જવામાં આવ્યો. ટેસ્ટમાં ખબર પડી કે મંગળસૂત્ર બળદના આમાશયમાં ફસાઇ ગયું છે. ડોકટરોએ સર્જરી કરીને એને કાઢયું છે.જયારે હવે બળદને બે મહિનાનો આરામ કરવાની સલાહ અપાઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.