ગુજરાત(Gujarat): રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી(Rain forecast) કરતા જણાવ્યું છે કે, ‘આજે રાજ્યના 6 જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જે પૈકી સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ અને નર્મદામાં વાતાવરણ વાદળછાયું રહેશે.’
અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની કરાઈ આગાહી:
જો કે, અન્ય કેટલાંક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને જૂનાગઢમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 70.07 ટકા જેટલો વરસાદ નોંધાયો:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 70.07 ટકા જેટલો વરસાદ નોંધાય ચુક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 117 % વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.46 % વરસાદ નોંધાય ચુક્યો છે. સાથે સૌરાષ્ટ્રમાં 61.97 % અને મધ્ય ગુજરાતમાં 61.65 % તથા ઉત્તર ગુજરાતમાં 56.86% વરસાદ ખાબકી ચુક્યો છે. ઉપરાંત અત્યાર સુધી ગુજરાતના 251 તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી 31 તાલુકામાં 40 ઈંચથી વધુ, 89 તાલુકામાં 20થી 40 ઈંચ, 100 તાલુકામાં 10થી 20 ઈંચ અને 31 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ નોંધાય ચુક્યો છે.
ખેડૂતોને હજુ વરસાદની જરૂર:
રાજ્યના ખેડૂતોને હજુ પણ વરસાદની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે ફરી વખત ખેડૂતો વરસાદની રાહે બેઠા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાય જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.