ભોપાલ(Bhopal): મધ્ય પ્રદેશ(Madhya Pradesh) રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ (Industrial Development Corporation)ની મેનેજર(manager) રાની શર્માએ ભોપાલમાં પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. તેમના પિતા વેદરામ શર્માએ અધિકારીઓ પર તેણીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. પિતાનું કહેવું છે કે, ઓફિસમાં અધિકારીઓના ત્રાસથી કંટાળીને દીકરીએ આપઘાત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, રાની શર્મા ગ્વાલિયરની રહેવાસી હતી. તે શાહપુરા વિસ્તારમાં ભોપાલમાં એક મિત્ર સાથે રહેતી હતી. રાનીને નોકરી એક વર્ષ પહેલા જ મળી હતી. સોમવારે સવારે તેણે પાંચમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેની માતા અને સ્થાનિક લોકો દ્વારા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
વરિષ્ઠ IAS અધિકારી પર ગંભીર આરોપો:
રાની શર્માના પિતા વેદરામ શર્માએ MPSIDCના વરિષ્ઠ IAS અધિકારી પર આરોપ લગાવતા કહ્યું કે, થોડા દિવસ પહેલા હું મારી દીકરીને મળવા ભોપાલ ગયો હતો. તેણે મને ઓફિસમાં હેરાનગતિ વિશે જણાવ્યું. આના પર મેં તેને નોકરી છોડીને ગ્વાલિયર જવા કહ્યું.
વેદરામ શર્માએ વધુમાં કહ્યું કે, પુત્રી મુખ્ય સચિવની ઓફિસમાં મેનેજરના પદ પર છે. ઓફિસમાં તેને હેરાન કરવામાં આવી રહી હતી. તેને કહેવામાં આવી રહ્યું હતું કે જો તમે કામ કરી શકશો નહીં તો તમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે. તેણીને એટલું કામ આપવામાં આવતું હતું કે સાંજે 5:00 વાગ્યા પછી પણ પુત્રી 8:00 વાગ્યા સુધી ઓફિસમાં બેસી રહેતી હતી. તેમણે કહ્યું કે દીકરીને હેરાન કરનારા, પરેશાન કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
પોલીસ પર આરોપ:
વેદરામ શર્માએ કહ્યું કે મારી દીકરી એક મહિનાથી ડિપ્રેશનમાં હતી. વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને તેમના સહાયક અધિકારીઓ પરેશાન હતા. નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી. પુત્રીના આપઘાત બાદ પણ પોલીસ સહકાર આપી રહી નથી. અમે પહોચ્યા તે પહેલા જ પોલીસે પંચનામાની કાર્યવાહી કરી હતી, જ્યારે પરિવારની હાજરીમાં આ કાર્યવાહી થવી જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે દોષિત અધિકારીઓને સજા થવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.