પાવાગઢ મંદિરના પરિસરમાં ઐતિહાસિક ક્ષણ- પ્રથમવાર લહેરાયો તિરંગો, આરતી બાદ કરાયું રાષ્ટ્રગાન

ગુજરાત(Gujarat): હાલ આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાય ગયો છે. ‘હર ઘર તિરંગા અભિયાન(Har Ghar Tiranga)’માં દરેક લોકો સામેલ થઇ રહ્યા છે. હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને ભારતની દરેક ઓફિસ, દરેક ઘર, વાહનો પર પણ તિરંગા આન-બાન-શાનથી લહેરાઈ રહ્યાં છે. ત્યારે હવે મંદિરો અને ધર્મ સંસ્થાનો કેમ તેમાં બાકી રહે. ધર્મ સંસ્થાનો પણ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યાં છે. આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ(Pavagadh)માં પણ ઇતિહાસમાં પ્રથમ વાર મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ(Indian national flag) ફરકાવવામાં આવ્યો છે.

પાવાગઢ ખાતે આ અદભુત નજારો ખાસ બન્યો છે. જ્યાં ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિ એમ બંનેનો એક સાથે સમન્વય જોવા મળ્યો છે. પાવાગઢ મંદિરમાં ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત કાલિકા માતાની મંદિરમાં આરતી બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત મંદિર ટ્રસ્ટીઓ અને હાજરીમાં માઈ ભક્તો દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.

નિજ મંદિરનું ગર્ભ ગૃહ રાષ્ટ્ર દેશભક્તિથી ગુંજી ઉઠ્યુ હતું. માતાજીના ગર્ભ ગૃહમાં જ પહેલા આરતી કરવામાં આવી હતી, અને ત્યાર બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. નિજ મંદિરમાં પ્રથમવાર રાષ્ટ્રધ્વજ લહેરવામાં આવ્યો હતો. ભક્તોમાં પણ રાષ્ટ્રભક્તિનો અનેરો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

આ ક્ષણે ભારતને વિશ્વગુરુ બનાવવા માઇ ભક્તો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. પાવાગઢ નિજ મંદિરમાં રાષ્ટ્રભક્તિનો રંગ જોવા મળ્યો હતો. મંદિર ટ્રસ્ટીઓ સહિત અગ્રણીઓ હાજર રહી આ ઐતિહાસિક ક્ષણને ધામધૂમથી વધાવી હતી. મા મહાકાળીના સાંનિધ્યમાં દેશભક્તિનું કઈ અલગ જ અનોખું વાતાવરણ સર્જાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *