મોતને માત આપતો વિડીયો- શરુ ટ્રેનમાં પતિને હાર્ટ એટેક આવતા પત્નીએ પોતાના શ્વાસ ભરી બચાવ્યો જીવ

હાલ એક અનોખી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ના મથુરા(Mathura) રેલ્વે સ્ટેશન(Railway station) પર RPF કોન્સ્ટેબલ (RPF Constable)ના કહેવા પર એક મહિલાએ તેના પતિને CPR આપતાં તેનો જીવ બચી ગયો હતો. હકીકતમાં એક મુસાફરને ચાલતી ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. આ દરમિયાન સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતા જ પેસેન્જરને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. જેને પગલે લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નિઝામુદ્દીનથી કોઝિકોડ જઈ રહ્યા હતા મુસાફર:
મળતી માહિતી અનુસાર, કેશવન(67) અને તેમની પત્ની દયા કેરળ જિલ્લાના કાસરગોડના રહેવાસી છે. બંને કોઈમ્બતુર એક્સપ્રેસ ટ્રેન દ્વારા દિલ્હીના નિઝામુદ્દીનથી કોઝિકોડ જઈ રહ્યા હતા. ત્યારે મુસાફરી દરમિયાન અચાનક જ કેશવનની તબિયત લથડી હતી. આ પછી તેમને અન્ય મુસાફરોએ મથુરા સ્ટેશન પર ઉતારી દીધા અને RPFને જાણ કરી હતી.

આ દરમિયાન ઘટનાની માહિતી મળતાની સાથે જ RPF કોન્સ્ટેબલ અશોક કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ અશોક કુમાર અને નિરંજન સિંહે એમ્બ્યુલન્સ મોકલવા માટે કંટ્રોલ રૂમને જાણ કરી દીધી હતી. ત્યારે તેમણે મુસાફરની પત્નીને તેમના પતિને CPR એટલે કે મોઢેથી શ્વાસ આપવાનું કહ્યું. આ પછી પત્નીએ 33 સેકન્ડ સુધી CPR આપીને પતિને મોતના મુખમાંથી ખેંચી લાવી. તેમજ કોન્સ્ટેબલે પોતે મુસાફરની હથેળીઓ ઘસી અને બાદમાં ચેસ્ટ પમ્પિંગ પણ કર્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે.

RPFના જવાનો હોસ્પિટલ લઈ ગયા હતા:
CPR પછી કેશવનને સ્ટ્રેચરમાંથી બહાર લાવવામાં આવ્યા અને એમ્બ્યુલન્સ દ્વારા રેલવે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ડૉક્ટરોને તેમની હાલત ગંભીર જણાતા અન્ય હોસ્પિટલમાં રીફર કરવાની સલાહ આપી. આ પછી જવાનો તેમને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. આ દરમિયાન કેશવનની પત્ની દયાએ જણાવ્યું કે, બે અઠવાડિયા પહેલાં 80 લોકોના ગ્રુપ સાથે ચાર ધામ યાત્રા પર ઉત્તરાખંડ ગયો હતો. કેશવનનો પુત્ર નીરજ પણ સહારનપુરમાં ડોક્ટર છે.

પત્નીએ RPF જવાનોનો આભાર વ્યક્ત કર્યો:
આરપીએફ જવાનોની મદદ અને સ્થળ પર આપેલી CPRના કારણે કેશવનનો જીવ બચી ગયો હતો અને પછી તેને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જેથી પત્ની દયા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોએ આરપીએફ જવાનોનો આભાર માન્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *