મુંબઈ(Mumbai)ના બાંદ્રા-વરલી સી-લિંક અકસ્માત(Bandra Worli Sea Link accident)માં આજે સવારે 3 વાગ્યે એક દર્દનાક અકસ્માત(accident) સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચેય વાહનોના ફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. કહેવાય છે કે આ અકસ્માતમાં લગભગ 12 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3-4 લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
CCTV વિડીયો: ઘાયલોને લઈ જવા માટે રસ્તા પર ઉભેલી એમ્બ્યુલન્સને કારે મારી ટક્કર, 5ના મોત#mumbai #accident #ambulance #CCTV #breaking_news #trishulnews pic.twitter.com/8PfwGYiu81
— Trishul News (@TrishulNews) October 5, 2022
મળતી માહિતી મુજબ, અકસ્માત સ્થળે પહેલાથી જ એક વાહન અકસ્માતમાં સામેલ હતું. ઘાયલોને લેવા માટે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી. આ પહેલા ત્યાંથી ઘાયલોને લઈ જઈ રહેલા વધુ ત્રણ વાહનો આવ્યા અને તેની સાથે અથડાયા, જેના પછી ઘણા લોકો ઘાયલ થયા. આ ત્રણેય વાહનો એમ્બ્યુલન્સ અને પહેલાથી જ ક્રેશ થયેલા વાહન સાથે અથડાયા હતા.
અથડામણ બાદ સી લિન્ક આખો મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. તે જ સમયે, માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
Maharashtra | 10 people got injured in a collision between four cars and an ambulance on Mumbai’s Bandra Worli Sea Link pic.twitter.com/7ihc7xnZv5
— ANI (@ANI) October 5, 2022
જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં ઘાયલ 4 થી 5 લોકોની હાલત ખૂબ જ ચિંતાજનક છે. હાલ તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે અને પોલીસે તેમના પરિવારજનોને પણ જાણ કરી છે. સાથે જ પોલીસ હવે વધુ તપાસમાં લાગી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે બાંદ્રાથી વરલી સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
પીએમ મોદીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું- ‘મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પર થયેલા અકસ્માતમાં જાનહાનિથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ‘હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે, તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.