૧૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ, જીવ બચાવવા બાલ્કની માંથી લટક્યા… વિડીયો જોઇને તક્ષશિલાની યાદ આવી જશે

મુંબઈના તિલક નગર (Tilak Nagar, Mumbai) માં નવીન તિલક નગર રેલ વ્યૂ બિલ્ડિંગમાં શનિવારે બપોરે આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ઘણા લોકોને પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગની બહાર ફ્લેટની બાલ્કનીમાં લટકવાનો વારો આવ્યો હતો. ભીષણ આગના વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે બુમાબુમ પડતા જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

બીજી તરફ આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઈમારતમાં ફસાયેલા લોકોને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીએમસીના જણાવ્યા અનુસાર આગ લગભગ 2:43 કલાકે લાગી હતી. MIG સોસાયટીના 12 માળના ફ્લેટમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ, એમ્બ્યુલન્સ, પોલીસની ટીમ વગેરે સ્થળ પર હાજર છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ 12મા માળે સ્થિત ફ્લેટમાં લાગી હતી. તમને જણાવી દઈએ કે 13મા માળે લાગેલી આ આગને ઓલવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઈમારતમાં ઘણા લોકો ફસાયેલા છે. જો તમે બિલ્ડિંગના વિઝ્યુઅલ્સ જોશો, તો તમને ખબર પડશે કે ઘણા લોકો હાથ હલાવીને બચાવ માટે વિનંતી કરી રહ્યા છે.

ફાયર બ્રિગેડે શું કહ્યું?
મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, તેમની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડે કહ્યું કે અમે આ બિલ્ડિંગમાં લાગેલી આગને ફાયર લેવલ 2નો દરજ્જો આપ્યો છે અને હજુ સુધી આ આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. જે એક સારા સમાચાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *