આવા જોક્સ તમે ક્યાય નહિ સાંભળ્યા હોય.

1.એક ભાઈ એ ફેસબુક મા પોસ્ટ કરી ” હું CM બની જાવ ” ?

તરત જ તેની પત્ની એ Comment કરી

” બે દિવસ થી તેલ ખુટી ગયું ઈ લાવી આપો તોય ઘણું ” !

2. ટીચર:- આજ થી બધા છોકરા કલાસ ની બધી છોકરીયુ ને બેન કેશે

પાછળ થી એક છોકરો બોલીયો: આ બધા ના મામેરા તારો બાપ કરશે….

3. પત્ની સેલ્ફી લે અને પછી ડેલીટ કરે અને કેમેરા નો કાચ સાફ કરે,

આમ અડધો કલાક ચાલ્યું,

પતિ થી ના રહેવાયું અને બોલાઈ ગયું કે એકવાર મોઢું સાફ કરી ને ટ્રાય કર,

પતિ કઈ હોસ્પિટલ માં છે કોઈ ને ખબર નથી હજી….

4. જોક્સ નો બાપ

છોકરી એ તેના BF ફોન કર્યો’પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો.

છોકરી: તારા અંકલ ને ફોન આપને બેટા
ભત્રીજો:તમારું નામ.?
છોકરી: તારા અંકલ ને કહે કે એમની જાનેમાન નો ફોન આયો છે.

છોકરા એ જવાબ આપ્યો એ સાંભળી છોકરી બેભાન થઈ ગયી.

છોકરા એ ભોળાપન માં કહ્યું:પણ આન્ટી મોબાઈલ માં તમારું નામ તો નવરી બઝાર લખ્યું છે.

5. હું મરી જાઉં તો દુખી ન થતા .. સીધા ઉપર આવતા રહેજો,

આપણે પીપળાના ઝાડ પાસે બેસીને બધાને બીવડાવીશું !!

6. અમુક કહેવત તો મૂળથી જ
ખોટી હોય છે
દા.ત.
ધાર્યુ તો ધણીનું જ થાય ???

7. ઘરવાળી : હું કાઇ ” ગુજરાત સમાચાર ” નથી કે આમ ઘડી ના છઠ્ઠા ભાગ માં પડતી મુકો મને !

ઘરવાળો : તું તો ” Times of India ” છો પગલી …
કોઇ ‘દિ સમજાણી જ નહીં !!!!

8. ગામડાં ની સ્ત્રી આધાર કાર્ડ બનાવા જાય છે…
ઓપરેટર : તમારા પતિ નું નામ?
સ્ત્રી પતિનું નામ ન લે એટલે….
સ્ત્રી : ૩ ગંજી + ૩ ગંજી =કેટલા?
ઓપરેટર : આ કેવું નામ?
પાછળ ઊભેલા કાકા : ૩ ગંજી + ૩ ગંજી = ‘છ’ગનજી

ઓપરેટર બેભાન

9. નાનો ભાઇ:’આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઈ જઈશું.’

મોટો ભાઇ:’એ કેવી રીતે?’

નાનો ભાઇ:’આવતીકાલે મારા ગણિતના શિક્ષક પૈસાને રુપિયા માં કેવી રીતે ફેરવાય તે શીખવાડવાના છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *