28 જૂને ઉદયપુરમાં કન્હૈયાલાલ ટેલરની હત્યા કેસના આરોપી રિયાઝ અને ગૌસ અજમેરની હાઈ સિક્યોરિટી જેલમાં દિવસો વિતાવી રહ્યા છે. તે જ સમયે, બંને મુખ્ય આરોપીઓ સાથે બાકીના 7 આરોપીઓ પણ આ જેલમાં કેદ છે. જાણવા મળ્યું છે કે, જેલમાં બંધ બંને આરોપીઓ ભગતસિંહનું જીવન ચરિત્ર વાંચી રહ્યા છે. બીજી બાજુ, રિયાઝ અને ગૌસ તેમની પત્ની અને બાળકોને મળવા માટે બેચેન દેખાય છે, પરંતુ હત્યાકાંડથી, તેમના પરિવારો તેમનાથી દૂર થઈ ગયા છે, તેથી હજી સુધી કોઈ તેમને મળવા આવ્યું નથી. જેલમાં બંધ બંને આરોપીઓને વહીવટીતંત્ર દ્વારા મહાપુરુષોના પુસ્તકો આપવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, 28 જૂને ઉદયપુરમાં કન્હૈયાલાલ તેલીની ઘાતકી હત્યા બાદ આ કેસમાં ધરપકડ કરાયેલા 9 આરોપીઓને સુરક્ષાના કારણોસર અજમેરની હાઈ સિક્યોરિટી જેલમાં ખસેડવામાં આવ્યા હતા.
હવે જેલમાં પોલીસ દ્વારા આરોપીઓની માનસિકતામાં સકારાત્મક પરિવર્તન લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે અજમેરની હાઈ સિક્યોરિટી જેલમાં સજા કાપી રહેલા કન્હૈયા લાલ હત્યા કેસના 9 આરોપીઓ દિવસભર સીસીટીવીની દેખરેખ હેઠળ રહે છે અને જેલ પ્રશાસન દ્વારા તેમની હિલચાલ પર નજર રાખવામાં આવે છે.
અભણ રિયાઝ મોહમ્મદ સાંભળે છે પુસ્તકો
હત્યા કેસનો મુખ્ય આરોપી રિયાઝ મોહમ્મદ ભણેલો નથી, તેથી વોર્ડનો એક કેદી તેને જેલમાં પુસ્તકો વાંચીને સંભળાવે છે. જેલ પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું હતું કે દરરોજ જેલમાં કેદીઓને મહાપુરુષો અને રાજકારણીઓના પુસ્તકો વાંચવા માટે આપવામાં આવે છે જેથી તેમની માનસિકતામાં પરિવર્તન લાવી શકાય.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, ઉદયપુર હત્યાકાંડના આરોપીઓ આખો દિવસ અંધારકોટડીમાં રડતા રહે છે અને તેમના પરિવારને મળવા માટે આજીજી કરતા રહે છે. આ ઉપરાંત જેલમાં કેદીઓની દિવાલો પર મહાપુરુષો અને અનેક નેતાઓના ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે.
NIA કરી રહી છે પૂછપરછ
તે જ સમયે, રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અત્યાર સુધી આચરવામાં આવેલા ગુનાનો પસ્તાવો હત્યાના માસ્ટરમાઈન્ડ ગૌસ મોહમ્મદ અને રિયાઝના સ્વભાવમાં દેખાતો નથી. આ સિવાય NIA અધિકારીઓ જેલમાં આરોપીઓની સતત પૂછપરછ કરી રહ્યા છે.
અહીં અજમેર દરગાહની બહાર ‘સર તન સે જુડા’ના નારા લગાવનાર મુખ્ય આરોપી ગૌહર ચિશ્તી અને નુપુર શર્માનું માથું કાપી નાખવાની ધમકી આપનાર સલમાન ચિશ્તી પણ આ જેલમાં બંધ છે, જેમને વાંચવા માટે પુસ્તકો પણ આપવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.