આપણા દેશને એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહિયાં અનેક દેવી-દેવતાઓને પ્રાથના કરવામાં આવે છે. તેમજ આપણા દેશમાં ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, જેમાં બિરાજમાન દેવી- દેવતાઓ પ્રત્યે ભકતો શ્રદ્ધા અને આસ્થા રાખતા આવ્યા છે. જો કે કેટલાક તો એવા પણ મંદિરો(Temples) રહેલા છે જ્યાં બિરાજમાન દેવી-દેવતાઓના દર્શન માત્રથી જ દુઃખનો અંત આવે છે. આવી સ્થિતિમાં આજે તમને આવા જ એક નાગદેવના પ્રાચીન મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ…
મળતી માહિતી અનુસાર, જલારામધામ વીરપુરમાં આવેલ મંદિર નાગદેવતાના મંદિર તરીકે પ્રખ્યાત છે, જ્યાં ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. માન્યતા મુજબ કહેવામાં આવે છે કે આ નાગદેવતાનું મંદિર આશરે ૪૦૦ વર્ષ જુનું રહેલું છે. આ મંદિરને ‘શ્રી આહપાદાદાના મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ મંદિરમાં નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવા માટે વહેલી સવારથી જ ભક્તો મોટી લાઈન જોવા મળતી હોય છે.
આ મંદિરમાં નાગદેવના દર્શન માત્રથી ભક્તોના દુખ દૂર થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે નાગ પાંચમના દિવસે આખા ગામના લોકો નાગદેવની પૂજા કર્યા વગર અન્નનો એક પણ દાણો ખાતા નથી. જયારે આ મંદિરમાં પ્રસાદનો પણ ખુબ જ અનોખો મહિમા રહેલો છે. કારણ કે આ મંદિરમાં આવીને જે ભકતોએ અહીનો પ્રસાદ લીધો છે તેમને આજસુધી સાપે ડંખ માર્યો નથી. આજે પણ હજારો લોકો આ મંદિરમાં નાગદેવના દર્શન કરવા માટે આવતા રહે છે. નાગદેવના આ મંદિરમાં દર્શન માત્રથી ભક્તોના તમામ દુખો દુર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.