બેદરકારીના ભોગે અત્યાર સુધીમાં સેકંડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ આવી જ એક ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે. એક બાળકનું બસની અડફેટે આવી જતા કરુણ મોત થયું છે. ઘટના બાદ ગણતરીની મીનીટોમાં સ્થાનિકો ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા, અને બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોકટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.
બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની એક બસે અહીંના પૂર્વ ઉપનગર ગોવંડીમાં 12 વર્ષના છોકરાને અડફેટે લઇ મોત આપ્યું હતું. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત ગુરુવારે સાંજે શિવાજીનગર વિસ્તારમાં થયો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયો જોઇને લોકોમાં રોષની લાગણી પણ છવાઈ છે.
તેમણે કહ્યું કે બાળક બેસ્ટની બસની અડફેટે આવી ગયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. અધિકારીએ જણાવ્યું કે બસ ડ્રાઈવર સામે કલમ 304 (A) (બેદરકારીથી મૃત્યુ) અને ભારતીય દંડ સંહિતા અને મોટર વાહન અધિનિયમની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.
વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, બેસ્ટ બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે એક માસુમનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, સામેના રસ્તેથી એક બસ મેઈન રોડ પર આવી રહી છે. તે પહેલા જ એક બાળક રસ્તા પર ચાલી રહ્યો છે, અને પાછળથી આવતી બસે બાળકને જોયા વગર જ વળાંક વાળી બાળકને અડફેટે લઈ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.