એક સ્ત્રીના શ્રાપને કારણે મોરબીમાં થાય છે હોનારત… જાણો એક સ્ત્રીએ રાજાને આપેલ શ્રાપની લોકવાયકા

સફળતાના શિખર સર કરી રહેલી ઔધોગિક નગરી મોરબી ખુબ જ વિકાસશીલ છે. દરેક ક્ષેત્રમાં મોરબી શહેર પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ત્યારે હાલમાં જ મોરબીમાં…

સફળતાના શિખર સર કરી રહેલી ઔધોગિક નગરી મોરબી ખુબ જ વિકાસશીલ છે. દરેક ક્ષેત્રમાં મોરબી શહેર પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ત્યારે હાલમાં જ મોરબીમાં જુલતો પુલ તૂટવાની ઘટના એ જોર પકડ્યું છે. આ દુર્ઘટનામાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તો કેટલાય લોકો મોતના મુખમાંથી બહાર આવ્યા છે. ત્યારે આ અકસ્માત મોરબીને મળેલા અભિશાપનું કારણ પણ માનવામાં આવી રહ્યું છે.

આ પહેલી ઘટના નથી; આ અગાઉ પણ મોરબીમાં આવી હોનારત સર્જાય ગઈ છે. જેની પાછળ એક રહસ્ય જોડાયેલું છે. લોકવાયકા છે કે મોરબીના રાજા જિયાજી જાડેજા જે-તે સમયે એક સ્ત્રી તરફ આકર્ષાયા હતા. પરંતુ સ્ત્રીને તે પસંદ ન પડતા તેણે રાજાને નકાર્યા હતા. સ્ત્રીને નાપસંદ હોવા છતાં રાજાએ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. આખરે કોઈ માર્ગ ન મળતા રાજા દ્વારા કરવામાં આવતી હેરાનગતિથી કંટાળીને તે સ્ત્રીએ મચ્છુ નદીમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. જતા-જતા તેણે રાજાને શ્રાપ આપ્યો હતો: તમારી સાત પેઢીઓ પછી ન તો તમારો વંશ રહેશે અને ન તમારું શહેર રહેશે. આ શ્રાપના પરિણામે મોરબીવાસીઓનું પણ માનવું છે કે મોરબી શહેર પર પાણીની ઘાત રહેલી છે.

ઘણા વર્ષો પહેલાની વાત કરીએ તો વર્ષ 1779માં પણ એક જળ હોનારત સર્જાઈ હતી. તારીખ 11 ઓગસ્ટના રોજ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે મચ્છુ-૨ ડેમમાં પાણીની આવક વધી હતી જેને લઇ બંધનો માટીનો પાળો તૂટી ગયો હતો. જેના પરિણામે ભયંકર જળ હોનારત સર્જાઈ હતી. હજારો વર્ષો પહેલા આવેલી આ જળ હોનારતે પણ હજારો લોકોનાં જીવ લીધા હતા. જીવ ગુમાવનાર તમામ દિવંગતોની સ્મૃતિમાં રાણી બાગમાં, મણીમંદિરની સામે, એક સ્મૃતિ સ્મારક ઉભુ કરવામાં આવ્યું હતું. સાથે જ તમને જણાવી દઈએ કે જળ હોનારત ઉપર હાર્વર્ડ યુનિવર્સિટીના છાત્રો દ્વારા એક પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે.

મોરબીમાં આવતી દરેક આફત પાછળ એક સ્ત્રીનો હાથ છે તેવું આ ગામના લોકોનું પણ માનવું છે. મોરબીવાસીઓ પણ આ વાતનો સ્વીકાર કરે છે. આ કથાને અનુસંધીનો તો એક ફિલ્મ પણ બનેલી છે; જેનું નામ છે ‘મચ્છુ તારા વેહતા પાણી.’ જેમાં મચ્છુ નદીની આ વાર્તાનું સંબોધન પણ કરાયું છે. જયારે સમગ્ર શહેરીજનોનું પણ માનવું છે કે મોરબી શહેર પર પાણીની ઘાત રહેલી છે. દર 21 વર્ષે મોરબીમાં આવી દુર્ઘટના સર્જાઈ છે તેવું અહીના સ્થાનિકો જણાવે છે. જેના કારણે આગામી સમયમાં પણ મોરબીમાં આવા અકસ્માતો સર્જાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *