ડુંગરપુર(Dungarpur): માતા પોતાના જીગરના ટુકડાને બચાવવા માટે દુનિયાના તમામ સંકટોનો સામનો કરી શકે છે. ભલે આ માટે તેણે પોતાનો જીવ આપવો પડે. આવો જ એક કિસ્સો રાજસ્થાન (Rajasthan)ના ડુંગરપુર જિલ્લામાં સામે આવ્યો છે. અહીં એક માતાએ પોતાના માસૂમ પુત્રને ડૂબતા બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વિના ડેમમાં કૂદી પડી હતી. તમામ પ્રયાસો છતાં તે પુત્રને બચાવી શકી કે ન તો તે પોતાને બચાવી શકી. બાદમાં ત્યાં પહોંચેલા લોકોએ ડેમ માંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે ડુંગરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દોવડા પોલીસ સ્ટેશન વિસ્તારના દારા ખાંડા ગામમાં બની હતી. દોવડા એસએચઓ કમલેશ ચૌધરીએ જણાવ્યું કે, દિયાલાલ પરમારની પત્ની ગામના ડેમમાં કપડાં ધોવા ગઈ હતી. આ દરમિયાન તેનો બે વર્ષનો પુત્ર મોહિત પરમાર પણ સાથે હતો. તે ડેમ ખાતે કપડાં ધોતી હતી. આ દરમિયાન રમતા રમતા તેનો પુત્ર મોહિત અચાનક પાણી ભરેલા ડેમમાં પડી ગયો હતો.
માતાએ તેના પુત્રને બચાવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો:
2 વર્ષના પુત્રને ડૂબતો જોઈને તેની માતા તેને બચાવવા માટે ઉતાવળમાં ડેમમાં કૂદી પડી હતી. આ દરમિયાન ડેમ ખાતે હાજર એક યુવતીએ આ સમગ્ર ઘટના જોઈ. માતા તેના પુત્રને બચાવવા માટે પાણીમાં લડી રહી હતી. આ દરમિયાન માતા પણ ડૂબવા લાગી હતી. ત્યારે આ ઘટના અંગે ગ્રામજનો અને મોહિતના પરિવારજનોને જાણ કરી હતી. જાણ થતાં સગા સંબંધીઓ અને ગ્રામજનો ડેમ ખાતે દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં માતા-પુત્ર બંને ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.
પોલીસે આજે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ સ્વજનોને સોંપ્યો હતો:
ગ્રામજનોએ ડેમ માંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ગામમાં પહોંચી સ્થળનું નિરીક્ષણ કર્યું અને મૃતદેહોને પોતાના કબજામાં લઈ ડુંગરપુર હોસ્પિટલના શબઘરમાં રાખ્યા. શનિવારે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ માતા-પુત્રના મૃતદેહ પરિજનોને સોંપ્યા હતા. મૃતકને એક મોટી પુત્રી છે. ડેમ માં ડૂબી જવાથી માતા-પુત્રના મોત થતાં ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી. ગ્રામજનો પીડિત પરિવારને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.