Gujarat election 2022: ગુજરાત રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. લોકશાહીના આ પર્વને ઉજવવા માટે લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. મહત્વનું છે કે, રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી શકશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થશે. પરંતુ સૌથી ચર્ચિત બેઠક હોય તો તે છે વરાછાની વિધાનસભા બેઠક. જેમાં આમ આદમી પાર્ટી(AAP)ના ઉમેદવાર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) અને ભાજપ(BJP)ના ઉમેદવાર કિશોર કાનાણી(Kishor Kanani) વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે.
અલ્પેશ કથીરિયા અને કુમાર કાનાણી એક બીજાને ભેટી પડ્યા- જુઓ વિડીયો#gujaratelection2022 #trishulnews #Gujaratassemblyelection #firstphase #voting #alpeshkathiriya pic.twitter.com/a3U3evIrOP
— Trishul News (@TrishulNews) December 1, 2022
ભત્રીજાએ કાકાના આશીર્વાદ લીધા:
ઉલ્લેખનીય છે કે, ત્યારે આજે વરાછા બેઠકના આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવાર મતદાન મથક પર ભેગા થઈ ગયા હતાં. સભાઓમાં એકબીજાની પર પ્રહારો કરનાર બન્ને ઉમેદવારો ભેગા થયા તો ભરત મિલાપ જેવા દ્રશ્યો સર્જાયા હતાં. અલ્પેશ કથીરિયાએ કિશોર કાનાણીના આશિર્વાદ લીધા હતાં અને બાદમાં બન્ને ગળે મળીને ભેટી ગયાં હતાં.
788 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ:
પ્રથમ તબક્કામાં કુલ 11 મંત્રી, ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારો સહિત 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કુલ 89 બેઠકોમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે રિઝર્વ રાખવામાં આવી છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી 15,416 બૂથ ગામડાઓમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે.
5 ડિસેમ્બરે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.