હાલ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં લોટસ પાર્ક નામના 12 માળના બિલ્ડિંગ (building)માં રંગ કરતી વેળાએ દોરડું તૂટતા બે વ્યક્તિ 12માં માળેથી નીચે પટકાયા હતા. જેમાં એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
જાણવા મળ્યું છે કે, આ બિલ્ડીંગના કેટલાક રહીશોએ થોડા દિવસ પહેલા જ એક મિટિંગમાં નક્કી કર્યું હતું કે, તેઓ બિલ્ડીંગને રંગ રંગાવીને નવી બનાવી દેશે. કારણ કે છેલ્લા દસ વર્ષથી તેમના બિલ્ડીંગમાં રંગ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે તેઓએ રંગકામ માટે કેટલાક વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટ મુજબ તેમના બિલ્ડીંગમાં કલર કામકાજ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
જેને પગલે આ કામકાજમાં બારમાં માળે બે વ્યક્તિઓ કલરનું કામકાજ કરતા હતા. આ દરમિયાન ઝૂલાનું દોરડું તૂટી ગયું હતું અને યુવક બારમાં માળેથી નીચે પટકાયો હતો. જેના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ જયારે યુવક નીચે પડ્યો ત્યારે તેની અંતિમ ચિખો સાંભળીને બિલ્ડિંગમાં રહેતા લોકોના રુવાટા એકા એક બેઠા થઈ ગયા હતા.
આ અંગે ત્યાંના રહીશો દ્વારા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની ફરીયાદ આપી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોચી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં શું એ દોરડા ને પહેલેથી જ કોઈ વ્યક્તિએ કાપી નાખ્યું હતું કે દોરડું તેની જાતે જ તૂટ્યો છે..?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.