આપણે બધા જાણીએ છીએ કે આખું વિશ્વ રહસ્યો (secrets) થી ભરેલું છે. સમયાંતરે આ રહસ્યો સામે આવતા રહે છે. પરંતુ, આજે પણ ઘણા સત્ય બહાર આવ્યા નથી. આજે અમે તમને એક એવા મંદિર (Temple) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કહાણી ખૂબ જ ચોંકાવનારી છે.
એવું કહેવાય છે કે આ મંદિરમાં રાત્રે કોઈ રોકાતું નથી. લોકોનું માનવું છે કે જે પણ આ મંદિરમાં રાત્રે રોકાય છે તે પથ્થર બની જાય છે. જો કે તેની પાછળનું સત્ય શું છે, જેનું રહસ્ય આજદિન સુધી ઉકેલી શકાયું નથી. તો આવો જાણીએ તેના વિશે કેટલીક રસપ્રદ વાતો.
રાજસ્થાનના બાડમેર જિલ્લા (Barmer District of Rajasthan) માં આવેલા આ મંદિરને લોકો ‘કિરાડુ મંદિર’ (Kiradu Temple) તરીકે ઓળખે છે. આ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતીય (South Indian) શૈલીમાં છે. લોકો આ મંદિરને રાજસ્થાન (Rajasthan) ના ખજુરાહો તરીકે પણ ઓળખે છે. એક અહેવાલ અનુસાર, 1161 બીસીમાં આ જગ્યાનું નામ ‘કિરાત કૂપ’ હતું. તે પાંચ મંદિરોની સાંકળ છે.
તેના મોટાભાગના મંદિરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. જ્યારે શિવ મંદિર અને વિષ્ણુ મંદિરની સ્થિતિ સારી છે. આ મંદિર કોણે બનાવ્યું તેની કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ, મંદિરના નિર્માણને લઈને લોકોની પોતાની માન્યતાઓ છે. પરંતુ, એક સમયે અહીં આવી ઘટના બની હતી, જેનો ડર હજુ પણ લોકોમાં છે.
કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા એક ઋષિ પોતાના શિષ્યો સાથે આ મંદિરમાં આવી પહોંચ્યા હતા. એક દિવસ તે શિષ્યોને મંદિરમાં છોડીને પોતે ફરવા ગયા. આ દરમિયાન એક શિષ્યની તબિયત અચાનક બગડી. સાધુના અન્ય શિષ્યોએ ગામલોકોની મદદ માંગી, પરંતુ કોઈએ તેમને મદદ કરી નહીં.
જ્યારે સાધુને આ વાતની જાણ થઈ તો તેણે ગુસ્સે થઈને ગ્રામજનોને શ્રાપ આપ્યો કે સાંજ પછી બધા લોકો પથ્થર બની જશે. એવું પણ કહેવાય છે કે એક મહિલાએ સાધુના શિષ્યોને મદદ કરી હતી. ઋષિએ સ્ત્રીને કહ્યું કે સાંજ પહેલા ગામ છોડી દે અને પાછું વળીને ન જો.
પરંતુ, મહિલાએ પાછળ જોવાનું શરૂ કર્યું, પરિણામ એ આવ્યું કે તે પણ પથ્થર બની ગઈ. તે મહિલાની પ્રતિમા પણ મંદિર પાસે સ્થાપિત છે. ત્યારથી આજદિન સુધી લોકો આ બાબતને લઈને ડરમાં છે અને રાત્રે કોઈ પણ તે મંદિરમાં રોકાતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.