દારૂબંધી ગુજરાત (Gujarat) માંથી ખુબ જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સાંભળીને તમે પણ એમ થશે કે, જિલ્લામાં બૂટલેગરો સાવ બેફામ બની ગયા છે. હાલ જ્યાં જુઓ ત્યાં રેડ દરમિયાન કે બાતમી આધારે પોલીસ દારૂ ઝડપીને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરે છે. પણ એવું લાગી રહ્યું છે કે, જાણે બૂટલેગરોને પોલીસનો ડર રહ્યો જ નથી. બૂટલેગરો ધોળા દિવસે પણ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. હાલ વધુ એક નવી અને અલગ જ ટેક્નિક સાથે દારૂ લઈ જતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જિલ્લામાં આવેલા ઉના વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો કારમાં બનાવેલા એક ચોરખાનામાં છુપાવીને પોરબંદર એક વ્યક્તિ લઈ જતો હતો. ગીર સોમનાથ એલસીબીની ટીમએ વેરાવળ નજીક આવેલા હિરણ નદીના પુલ પાસેથી બાતમીના આધારે બૂટલેગરને કાર અને દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ જથ્થો ઉના તાલુકાના કોબ ગામે રહેતા એક બૂટલેગર પાસેથી ભરવામ આવ્યો હતો. હાલ પોલીસે બંને બૂટલેગરો સામે ગુનો નોધ્યો છે અને તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર સંઘ પ્રદેશ દીવ સાથે જોડતી હોવાથી સંઘ પ્રદેશમાંથી દારૂ લાવ માટે બૂટલેગરો કાયમી સક્રિય રહે છે અને અવાર-નવાર નવા નવા કીમિયાઓ અપનાવતા હોય છે. આજે વધુ એક નવો કીમિયો સામે આવ્યો છે. ચાલો આપણે જાણીએ કે બૂટલેગરે પોલીસને ચકમો આપવા માટે કેવી ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. એલસીબીના નટુભા બસિયા, લાલજી બાંભણિયા, પ્રવીણ મોરીને એક કાર વેરાવળ હાઈવે ઉપરથી પસાર થવાની હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે વેરાવળ હાઈવે પર પોલીસે વોચ ગોઠવી હતી.
હાઈવે પર હિરણ નદીના પુલ પરથી એક ફોર-વ્હીલ કાર પસાર થતી હતી અને તેને રોકવામાં આવી હતી. રોક્યા બાદ કારની તલાસી લેતાં આવી હતી. તલાસીમાં પ્રથમ દૃષ્ટીએ દારૂ મળ્યો ન હતો. પરંતુ પોલીસને બાતમી હતી અને તેથી એલસીબીના સ્ટાફે ઝીણવટભરી કારની તપાસ કરી હતી.
પાછળની સીટમાં વચ્ચે હાથ રાખવાની અપડાઉન થતી હેન્ડ સીટની પાછળના ભાગે એક ચોરખાનું બનાવામાં આવ્યું હતું અને તે પોલીસની નજરે પડ્યું હતું.ચોરખાનું ખોલીને તપાસ કરી ત્યારે એમાંથી વિદેશી દારૂની બોટલોનો મોટી સંખ્યામાં જથ્થો મળ્યો હતો. તે બોટલને બહાર કાઢીને ગણતરી કરવામાં આવી ત્યારે 83 બોટલો જુદી જુદી બ્રાન્ડની કુલ રૂ. 33 હજાર 640નો જથ્થો હતો.
કાર ચાલક પોરબંદરની જુરી શેરીમાં રહે છે, તેનું નામ વિવેક દેવજી જુંગી છે. પોલીસે તેની સાથે પૂછપરછ કરી અને ત્યારે જાણવા મળ્યું કે દારૂનો જથ્થો ઉનાના કોબ ગામે રહેતો યાજ્ઞિક ભીમા બાંભણિયા પાસેથી લીધેલો હતો. પોલીસે તરતજ તેની અટકાયત કરી લીધી હતી. હાલ પોલીસે વિવેક જુંગી અને ઉનાના યાજ્ઞિક બાંભણિયા સામે ગુનો નોધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.