ઉત્તર પ્રદેશ(UP)ના લખીમપુર(Lakhimpur) ખેરી(Kheri)માંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં નેશનલ હાઈવે 730 પર એક બેકાબુ બનેલ ટ્રક લોકોને કચડીને નીકળી ગઈ હતી. આ ભયાનક અકસ્માત(Accident)માં 5 લોકોના મોત થયા છે અને 10-15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને સારવાર માટે નજીકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લખીમપુર પોલીસે જણાવ્યું કે, ચોકી રાજાપુરના પાંગી ખુર્દ ગામમાં બહરાઈચ રોડ પર એક કાર અને સ્કૂટી વચ્ચે ટક્કર થઈ, ત્યારબાદ કેટલાક લોકો રસ્તા પર એકઠા થઈ ગયા. ત્યારે બેકાબુ બનેલ એક ટ્રક રોડ પર ઉભેલા લોકો પર ચડી ગઈ હતી અને 5 લોકોના દર્દનાક મોત થયા હતા.
અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી. અકસ્માત અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને સંભાળી અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આ દર્દનાક અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત થયા છે.
સીએમ યોગીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો:
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખેરી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મૃતકોની આત્માની શાંતિની કામના કરતા સીએમ યોગીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
સીએમ યોગીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમની સારવાર કરાવવા અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. સાથે જ ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના પણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.