ઘરના આંગણામાં રમતા ચાર વર્ષના બાળકને હડકાયા કુતરાએ ફાડી ખાધું- જુઓ ધ્રુજાવી દેતા CCTV

દેશના અલગ-અલગ વિસ્તારમાં રસ્તા પરના કૂતરાઓ દ્વારા બાળકો પર હુમલાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. લગભગ 15 દિવસ પહેલા હૈદરાબાદમાં કૂતરાઓના હુમલામાં એક બાળકના મોતની ઘટનાએ સૌને હચમચાવી દીધા હતા. આવો જ એક કિસ્સો રાજસ્થાનમાં પણ સામે આવ્યો છે.

જો કે, આ ઘટના હૈદરાબાદની ઘટના પહેલા પણ બની હતી, પરંતુ તેનો વીડિયો હવે સામે આવ્યો છે. અહીં પણ ઘરેથી રમવા માટે નીકળેલા ચાર વર્ષના બાળક પર કુતરાઓના ટોળાએ ભેડિયાની જેમ હુમલો કર્યો હતો, પરંતુ સદનસીબે સમયસર આવી પહોંચેલા લોકોએ બાળકને બચાવી લીધું હતું.

આ મામલો 9 ફેબ્રુઆરીએ રાજસ્થાનના પ્રતાપગઢનો છે. મળતી માહિતી મુજબ, હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા અખિલેશ પાટીદારના ચાર વર્ષના પુત્ર ચેતન પર કૂતરાઓએ હુમલો કર્યો હતો. સવારે 11 વાગે રમવા માટે બહાર આવેલ ચેતનને પહેલા કૂતરાઓના ટોળાએ ઘેરી દીધો હતો, પછી તેને દાંત વડે ખેંચવા લાગ્યો. રખડતા કૂતરાઓએ ઘણી જગ્યાએથી બાળકને બટકા ભર્યા છે.

આ ઘટનામાં બાળકના બંને હાથ લોહીલુહાણ થઈ ગયા હતા. બાળકે જોર જોરથી બૂમો પાડતા પરિવારજનોએ પહોંચીને તેને કૂતરાના મોંમાંથી છોડાવ્યો હતો. પરિવારનું કહેવું છે કે, આ ઘટનાને લગભગ એક મહિનો વીતી ગયો છે, પરંતુ માસૂમ ચેતન હજુ પણ ધાકમાં છે. કૂતરાઓનો અવાજ સાંભળીને તે ડરી જાય છે.

આવી જ રીતે 5 ફેબ્રુઆરીના રોજ શહેરના બજારમાં નિલેશ સેઠીયા નામના વ્યક્તિ પર કૂતરાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, જ્યારે તે જમવા માટે તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે કૂતરાઓએ તેનો પીછો કરીને તેનો પગ પકડીને ઈજા પહોચાડી હતી.

આ દરમિયાન આસપાસ હાજર લોકોએ કૂતરાઓનો પીછો કર્યો હતો. લોકોનું કહેવું છે કે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ 6 મહિનાથી વધુ સમય વીતી જવા છતાં કૂતરાઓને પકડવા માટે કોઈ કાર્યવાહી કરી નથી. જેના કારણે શહેરમાં કૂતરાઓની સંખ્યામાં વધારો થયો છે.

જેના કારણે આ પ્રાણીઓ પીછો કરીને લોકોને કરડવાની કોશિશ કરે છે. પ્રતાપગઢ મ્યુનિસિપલ કાઉન્સિલના કમિશનર જિતેન્દ્ર કુમાર મીનાએ જણાવ્યું – શહેરમાં ઝુંબેશ ચલાવીને શેરી કૂતરાઓને પકડવા માટે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *