છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે મૃત્યુ થતા હોય તેવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની ઉંમરમાં જ હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયા હોય તેના આંકડાઓ પણ ખૂબ વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા થોડા દિવસોથી ગરબા, ડાન્સ તેમજ જિમમાં કસરત દરમિયાન હાર્ટ એટેક આવતા યુવકો મોતને ભેટી રહ્યા છે. જે ખરેખર એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે.
મધ્યપ્રદેશના ભોપાલમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ડાક વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. આ સમગ્ર ઘટના 16 માર્ચનો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
હકીકતમાં, ડાક વિભાગ દ્વારા ભોપાલના મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમમાં 13 થી 17 માર્ચ દરમિયાન ઓલ ઈન્ડિયા પોસ્ટલ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ 17 માર્ચે રમાવાની હતી. તેના એક દિવસ પહેલા 16 માર્ચની સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ભોપાલ પોસ્ટલ સર્કલ ઓફિસમાં તૈનાત આસિસ્ટન્ટ ડાયરેક્ટર સુરેન્દ્ર કુમાર દીક્ષિત પોતાના સાથીદારો સાથે ડાન્સ કરી રહ્યા હતા. પરંતુ ત્યારપછી તેને હાર્ટ એટેક આવ્યો અને ડાન્સ કરતી વખતે તે નીચે પડી ગયા. આસપાસના લોકોએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જાણવા મળ્યું કે, તેનો શ્વાસ અટકી ગયો હતો.
ઘટના મોબાઈલ કેમેરામાં કેદ
જ્યારે સુરેન્દ્ર કુમાર દીક્ષિત તેના સાથીઓ સાથે ડાન્સ કરી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ તેનો વીડિયો પણ બનાવી રહ્યો હતો. જ્યારે સુરેન્દ્ર કુમાર દીક્ષિતને હાર્ટ એટેક આવ્યો ત્યારે આ સમગ્ર ઘટના વ્યક્તિના મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી.
વીડિયોમાં જોવા મળ્યું હતું કે, સુરેન્દ્ર બોલિવૂડ ગીત ‘આપકા ક્યા હોગા જનાબ-એ-આલી…’ પર ડાન્સ કરી રહ્યા છે. પછી તે અચાનક નીચે પડી જાય છે. જ્યારે સાથીઓએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખબર પડી કે, તે મૃત્યુ પામ્યા છે.
લગ્નમાં ડાન્સ કરતા મોત
થોડા દિવસ પહેલા આવો જ વધુ એક વીડિયો વાયરલ થયો છે. તેલંગાણાથી એક યુવક તેના સંબંધીના લગ્ન માટે આવ્યો હતો. આ યુવક ઉત્સવના માહોલમાં તેલુગુ ગીત પર ડાન્સ કરી રહ્યો હતો. લોકો તેને ખુશીથી વધાવી રહ્યા હતા. લગભગ ત્રીસ સેકન્ડમાં આ યુવક ઉભો રહીને શાંત થઈ ગયો. લોકો તેને ડાન્સ મૂવ માનતા હતા. સંગીત વાગતું રહ્યું. યુવક લગભગ વીસ સેકન્ડ સુધી મોઢું નીચે પડ્યો રહ્યો, પછી લોકોને શંકા ગઈ કે કંઈક ખોટું છે. યુવકને ઉપાડવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ હૃદયરોગના હુમલાએ તેમનો જીવ લીધો.
હૈદરાબાદના સિકંદરાબાદના લાલાપેટમાં બેડમિન્ટન રમતા એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતક યુવકનું નામ શ્યામ યાદવ હતું અને તેની ઉંમર 38 વર્ષ હતી. ઓફિસેથી આવ્યા બાદ શ્યામ પ્રો. જયશંકર ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન રમવા જતો હતો. બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છે.
વરરાજાને હળદર લગાડતી વખતે મૃત્યુ
થોડા દિવસો પહેલા જ હૈદરાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક ઘરમાં લગ્નની ઉજવણી હતી. ઘરમાં સંગીત ચાલતું હતું. વર આંગણામાં બેઠો હતો. હલ્દી વિધિ ચાલી રહી હતી. ખુશીનો માહોલ હતો. સામેથી કોઈ સંબંધી ઉભા થાય છે. વ્યક્તિ હળદર લગાવવા માટે વરરાજાના પેન્ટને રોલ કરે છે. વ્યક્તિ વરને હલ્દી લગાડવા માટે પોતાનો હાથ લંબાવે છે. ત્યારે તેની આંખો બંધ થવા લાગે છે અને બીજી જ ક્ષણે તે સામે પડી જાય છે. વરરાજા તેમને ઉપાડવાનું શરૂ કરે છે. આ જોઈને બૂમો પડી જાય છે. વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યાં તે મૃત્યુ પામે છે. ડોક્ટરોનું કહેવું છે કે, મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.