વાયરલ(Viral): આ દિવસોમાં વિવાદોમાં ઘેરાયેલા યુપી(UP)ના બાબા કરૌલી શંકર બાદ હવે વધુ એક બાબાનું નામ સામે આવ્યું છે. મહારાષ્ટ્ર(Maharashtra)ના અમરાવતી(Amravati) જિલ્લાના તિવાસા(Tiwasa) તાલુકાના મરડીના બાબાનો વિડીયો(Viral Video) સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં મહારાજ ગરમ તવા પર બેસીને ભક્તોને આપી રહ્યા છે. આ સાથે તે અપશબ્દોનો ઉપયોગ કરતા પણ જોવા મળે છે. બાબા ગૌરક્ષણ સંસ્થા ચલાવે છે અને તેમનો આશ્રમ ત્યાં છે.
<
જો વાત કરવામાં આવે તો ગરમ તવા પર બેઠેલા બાબાનું નામ સંત ગુરુદાસ મહારાજ છે. જેનો વિડીયો વાયરલ થયો છે તેમાં સંત ગુરુદાસ ગરમ તવા પર બેઠા છે. સફેદ ધોતી પહેરીને બાબા લોકોને આશીર્વાદ આપી રહ્યા છે. કેટલાક લોકો તેની પાછળ ઉભા હતા અને કેટલાક સામે. બાબા જે ગરમ તવા પર બેઠા છે તેની નીચે આગ લાગેલી જોવા મળી રહી છે. અચાનક બાબા અપશબ્દો બોલે છે, તો તેની પાસે ઉભેલા લોકોએ તેનું માથું કપડાથી ઢાંકી દીધું હતું. ત્યારે બાબા કોઈને અપશબ્દો બોલે છે અને તેને ચપ્પલ ઉતારવા માટે કહે છે.
હું કોઈ ચમત્કારી બાબા નથી:
સંત ગુરુદાસ મહારાજ બાબાના વાયરલ વિડીયો વિશે વાત કરી તો તેણે કહ્યું કે, હું કોઈ ચમત્કારિક બાબા નથી અને ન તો હું અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખું છું. મહાશિવરાત્રીના દિવસે આશ્રમમાં ભંડારો હતો. તે સમયે તે તવા પર બેઠો હતો અને નીચે લાકડા સળગી રહ્યા હતા. એક ભક્તે એક વિડિયો બનાવ્યો અને તે વાયરલ થયો છે.” બાબા કહે છે કે, તેમનો તવા પર બેસવાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે બંધ થવો જોઈએ. બાબાએ હાથ જોડીને આ વિનંતી કરી છે.
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સેક્રેટરીએ જુઓ શું કહ્યું?
તે જ સમયે, બાબાના વાયરલ વીડિયો પર, અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સચિવ હરીશ કેદાર કહે છે કે, આ કોઈ ચમત્કાર નથી. માટી અને ઈંટ પર મૂકેલા તવાને ગરમ થવામાં 30 થી 40 મિનિટનો સમય લાગે છે. લાકડાને સળગાવ્યા પછી, પહેલા માટી અને ઈંટને ગરમ કરવામાં આવે છે. જમીન ભેજવાળી હોવાથી તેને ગરમ થવામાં સમય લાગે છે.
તેમણે વધુમાં કહ્યું કે, માનવીમાં 108 ડિગ્રી ફેરનહીટ સુધીની ગરમી સહન કરવાની શક્તિ છે, તેમાં કોઈ ચમત્કાર નથી. બાબાને પડકારતાં સેક્રેટરીએ કહ્યું કે, બાબાએ એ તવા પર બેસવું જોઈએ જેના પર અમે બાબાને બેસાડીએ. જો બાબાને કોઈ તકલીફ થાય કે ઈજા થાય તો તેની જવાબદારી તેમની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.