માર્કેટમાં વધુ એક ધીરેન્દ્ર બાબાની એન્ટ્રી! બાગેશ્વર ધામ જેવો જ ચલાવી રહ્યા છે દરબાર

જો વાત કરવામાં આવે તો થોડા સમયથી બાગેશ્વર ધામ(Bageshwar Dham) અને બાગેશ્વર બાબા(Bageshwar Baba) તરીકે ઓળખાતા પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri)ની ચર્ચાઓ તેજ બની છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નિવેદનો લોકોને ખૂબ પસંદ આવતા હોય છે. ત્યારે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા બાગેશ્વર ધામની જેમ જ રાજગઢના જુનાપાની ગામમાં પણ મશાંપૂર્ણ હનુમાન ધામ આવેલું છે.

આ ધામની ખાસ વાત જો કરવામાં આવે તો આ ધામને બાગેશ્વર ધામના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના શિષ્ય હનુમંત દાસ એટલે કે રવિ સૈની દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ માઈક પર લોકોની સમસ્યાઓ સાંભળે છે. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્રની જેમ જ અરજી બનાવે છે. ફરક ફક્તને ફક્ત ભીડ અને નામનો જ દેખાય રહ્યો છે.

મહત્વનું છે કે, આ ધામ રાજગઢ જિલ્લાના ઝીરાપુરના રામગઢ પાસે આવેલ છે. કહેવાય છે કે, રવિ સૈની દ્વારા ઘણા વર્ષો અગાઉ આધ્યાત્મિકતાની યાત્રા શરૂ કરવામાં આવી હતી. રવિ સૈની તેમના ગળામાં ભગવાન હનુમાનની ગદા અને તેમનું લોકેટ પહેરે છે.

મળતી માહિતી અનુસાર, રવિ સૈનીના પરિવારમાં તેમના સિવાય માતા-પિતા, બે ભાઈ અને 1 બહેન છે. પિતા ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે. હનુમંત દાસ એટલે કે રવિ સૈનીએ BA સુધીનો અભ્યાસ કર્યો છે. તે કહે છે કે જ્યારે તે 19 વર્ષનો થયો ત્યારે તે આધ્યાત્મિકતા સાથે જોડાઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, રામગઢના જુનાપાની ગામમાં એક જંગલ આવેલું છે અને આ જંગલમાં અહીં એક ચબૂતરો પણ છે. એવું કહેવામાં આવે છે કે, આ ચબૂતરો ચગસજી મહારાજનો છે અને આ ચબૂતરા પર બે મોટા વટવૃક્ષ પણ છે. જ્યારે સમય આવ્યો ત્યારે ગ્રામવાસીઓ દ્વારા અહીં બાલ હનુમાન, શિવજી અને રાધે-કૃષ્ણ મંદિરો બનાવવામાં આવ્યા.

ત્યારબાદ અહીં ધાર્મિક કાર્યક્રમોની પ્રક્રિયા શરૂ થઈ હતી અને આ ઘટનાઓ દર મહિને બનવા લાગી હતી. ધીમે ધીમે લોકો હનુમંત દાસને જાણવા લાગ્યા હતા. હવે તેના દરબારમાં ભીડમાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે.

મહત્વનું છે કે, અત્યાર સુધી આ દરબાર ફક્ત રાઘૌગઢના મંશાપૂર્ણ હનુમાન મંદિરમાં જ લાગતો હતો. થોડા દિવસો અગાઉ  પ્રથમ વખત તેને અહીંથી બહાર કાઢીને રાજગઢ જિલ્લાના ઝીરાપુરના રામગઢમાં લગાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *