Indian Air Force MiG-21 crashed: ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ (MiG-21 crashed) સોમવારે એટલે કે આજરોજ સવારે રાજસ્થાન (Rajasthan)ના હનુમાનગઢ (Hanumangarh) નજીક ક્રેશ થયું હતું. વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. પાયલોટે પેરાશૂટની મદદથી પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જો કે, પ્લેન એક મકાન સાથે અથડાયું હતું અને બે મહિલાના મોત થયા હતા.
#WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. The aircraft had taken off from Suratgarh. The pilot is safe. More details awaited: IAF Sources pic.twitter.com/0WOwoU5ASi
— ANI (@ANI) May 8, 2023
આ પહેલા જુલાઈ 2022માં રાજસ્થાનના બાડમેર પાસે એક મિગ-21 એરક્રાફ્ટ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતીય વાયુસેના (IAF)ના બે પાયલોટ શહીદ થયા હતા.
મિગ-21 દુર્ઘટનાની આજની ઘટનાએ સોવિયત મૂળના મિગ-21 વિમાન પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. 1960ના દાયકાની શરૂઆતમાં ભારતીય વાયુસેનાના કાફલામાં મિગ-21 એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને 2022 સુધીમાં મિગ-21 વિમાનથી લગભગ 200 અકસ્માતો થયા છે.
મિગ-21 લાંબા સમયથી ભારતીય વાયુસેનાનો મુખ્ય આધાર હતો. જોકે, એરક્રાફ્ટનો સેફ્ટી રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. વિમાન દુર્ઘટનાઓમાં પણ અનેક લોકોના જીવ ગયા છે. ગયા વર્ષે માર્ચમાં, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણેય સેવાઓના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સાથે સંકળાયેલા અકસ્માતોમાં 42 સંરક્ષણ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 45 હવાઈ અકસ્માતો થયા છે, જેમાંથી 29 IAF પ્લેટફોર્મ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.