Accident in Kutch: કચ્છ (Kutch) જીલ્લાના અબડાસા (Accident in Abdasa) તાલુકાના ભનાડા પાસે ગઈકાલે વહેલી સવારે કાર અકસ્માત (Accident)ની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, ગાંધીધામથી નલિયા પાછા આવી રહેલા લોકોની કાર માંડવી નલિયા ધોરીમાર્ગ (Mandvi Naliya Highway Accident) પર રસ્તો ઉતરી જતા પલટી મારી ગઈ હતી. કાર પલટી મારી જવાને કારણે તેમાં સવાર ચાર લોકોને ખુબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે દર્દનાક અકસ્માતની ઘટનામાં 35 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મહત્વનું છે કે, જ્યારે ઘવાયેલા લોકોને પહેલા નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી. તેમાંથી બે વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગમખ્વાર અકસ્માતના પગલે નલિયા સરકારી હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, માંડવી નલિયા ધોરીમાર્ગ પર આજે ગઈકાલે વહેલી સવારે ભનાડા પાસે સ્વીફ્ટ ડિઝાયર કાર કોઈ કારણોસર પલટી જવાને કારણે જોરદાર અકસ્માત સર્જાયો હતો. ગાંધીધામથી પરત નલિયા આવી રહેલા 52 વર્ષના રામજી નખસી જુવળ, 35 વર્ષના મનજી વિરજી જંજક, 35 વર્ષના સુનિલ ખમુ બુચિયાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં 35 વર્ષના નવીન ટોકરસી પતારીયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આશાસ્પદ યુવકના નિધનથી નલિયા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં નલિયા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.