Suicide by going live on Facebook: “મેં ખુશીને મારી નાખી છે, હવે હું આપઘાત કરું છું. મે લોકેશન મોકલી દીધું છે. મારો 87 વાળો નંબર ચાલુ છે. મેં મારું લાઇવ લોકેશન અનુરાધા દીદીને મોકલી દીધું છે, મેં ખુશીને મારી નાખી છે અને હવે હું હવે તેની પાસે જવાનું છે. આવજો…” ફેસબુકમાં લાઈવ કરી પ્રેમીના આપઘાતની ઘટના પ્રકાસમાં આવી છે.
ફેસબુક પર લાઈવ (Facebook Live) આવીને આ વાતો કહ્યા બાદ અંકિત કુમારે (Ankit Kumar) 13મી મેના રોજ બપોરે પોતાને ગોળી મારીને આપઘાત (Suicide) કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા તેણે રાંચીમાં નિવેદિતા નામની વિદ્યાર્થીનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
અંકિતે શનિવારે કોકરના અયોધ્યાપુરીના એક ઘરમાં પોતાની જાતને ગોળી મારી દીધી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જે પિસ્તોલથી તેણે નિવેદિતા ઉર્ફે ખુશીને ગોળી મારી હતી તે જ પિસ્તોલથી તેણે પોતાને પણ ગોળી મારી હતી.
પોલીસ ધરપકડ માટે દરોડા પાડી રહી હતી
બીજી તરફ પોલીસ બિહારના નવાદા સહિત અનેક સ્થળોએ તેની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી હતી. અંકિત કુમાર અરગોરામાં ભાડાના મકાનમાં રહે છે. અંકિત અને નિવેદિતા વચ્ચે ઘણા સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. નિવેદિતા બે મહિનાથી અંકિત સાથે વાત કરતી ન હતી. જેનાથી નારાજ થઈને અંકિતે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
નિવેદિતા રાંચીના અરગોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલ ચોક પાસેની હોસ્ટેલમાં રહેતી હતી. શુક્રવારે સાંજે અંકિતે તેને ત્રણ ગોળી મારી હતી, જ્યારે તે તેની મિત્ર સૃષ્ટિ કુમારી સાથે હરમુ માર્કેટમાં નાસ્તો કરવા ગઈ હતી.તે બને સાંજે લગભગ 6.15 કલાકે નાસ્તો કરીને હોસ્ટેલમાં પરત ફરી રહી હતી.
જ્યારે તે હોસ્ટેલથી 50 મીટર દૂર પહોંચી ત્યારે ગુનેગાર અંકિત કુમાર તેની પાસે ગયો. તેણે નિવેદિતાને પૂછ્યું કે તું મારી સાથે કેમ વાત નથી કરતી. નિવેદિતાએ તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો. તે દરમિયાન અંકિતે નિવેદિતાને ત્રણ ગોળી મારી દીધી હતી. એક ગોળી નિવેદિતાની આંખમાં વાગી, જ્યારે બે ગોળી તેની છાતીમાં વાગી. તે જ સમયે તેની મિત્ર સૃષ્ટિ પણ ગોળી વાગી હતી અને તે ઘાયલ થઈ હતી.
ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના લોકોએ ગુનેગાર અંકિત નો પીછો કર્યો હતો. પરંતુ, અંકિત તેજ ગતિએ બાઇક હંકારીને ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. નિવેદિતાને ગોળી વાગી હોવાની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક અરગોરા પોલીસ સ્ટેશનને કરી હતી. સ્ટેશન ઈન્ચાર્જ વિનોદ કુમાર તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઈજાગ્રસ્ત યુવતીને ઉતાવળે હોસ્પિટલ લઈ જવામાં આવી.
પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણકારી મળતા જ સિટી એસપી શુભાંશુ જૈન પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે યુવતીના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. યુવતીનું નામ નિવેદિતા અને તેની ઉંમર 20 વર્ષની હતી. તે બિહારના નવાદા જિલ્લાની રહેવાસી હતી અને પટેલ ચોક સ્થિત હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી. તે શનિવારે તેના ઘરે પરત જવાની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.