Demonetisation history of India: કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ચલણી નોટો છાપવા માટે ખુબજ ખર્ચ કરવો પડે છે જેનો ઉપયોગ તમે અને હું રોજે કરીએ છીએ. મોંઘવારીની સાથે સાથે નોટો છાપવાનો ખર્ચમાં પણ વધારો વધી ગયો છે. વર્ષ 2021 પછી કાગળ અને શાહીના ભાવમાં ખુબજ મોટો ઉછાળો આવ્યો છે.
તમને જણાવી દયે કે, RBIને 500 રૂપિયાની નોટો બનવા કરતા 200 રૂપિયાની નોટ બનાવામાં વધારે ખર્ચ થઇ છે. તેવી જ રીતે 10 રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 20 રૂપિયાની નોટ છાપવા કરતાં વધુ છે. સરકારને તેવી જ રીતે સિક્કા બનાવવાથી નોટો છાપવા કરતાં વધુ ખર્ચ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશની 4 પ્રેસમાં ચલણી નોટોનું પ્રિન્ટિંગ થાય છે. તેમાંથી બે પ્રેસ આરબીઆઈની છે જ્યારે બે કેન્દ્ર સરકારની છે. આરબીઆઈના પ્રેસ મૈસુર અને સાલ્બોની ખાતે છે જ્યારે ભારત સરકારના પ્રેસ નાસિક અને દેવાસમાં છે. ત્યારે હાલમાં 2000 રૂપિયાની નોટ દેશની સૌથી મોટી નોટ છે. પરંતુ ભારતીય રિઝર્વ બેંક અત્યારે આ નોટ છાપી રહી નથી.
મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર પ્રિન્ટિંગ કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રાન લિમિટેડ (BRBNML)તરફથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા મળેલી માહિતી અનુસાર નોટ છાપવાનો ખર્ચ 96 પૈસા હતો. ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર 20 રૂપિયાની એક હજાર નોટ છાપવા માટે 950 રૂપિયા ખર્ચવા થાય છે, એટલે કે મતલબ પ્રતિ નોટ 95 પૈસા ખર્ચવા થાય છે.
તેમજ 10 રૂપિયાની 1000ની નોટ બનવા માટે 20 રૂપિયાની 1000ની નોટ છાપવા કરતાં વધુ ખર્ચ થાય છે. રિઝર્વ બેંક ને 200 રૂપિયાની 1000 નોટ બનાવા માટે 2,370 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. ભારતીય રિઝર્વ બેંકએ 500 રૂપિયાની નોટ બનવા કરતાં 200 રૂપિયાની નોટ છાપવા માટે વધારે રૂપિયા ખર્ચવા પડે છે. 500ની એક હજાર નોટ છાપવાનો ખર્ચ 2,290 રૂપિયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.