Mother killed two daughters in Vadodara: આપઘાતની ઘટનાઓમાં દિવસે સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તેવી જ વધુ એક ઘટના ગુજરાત રાજ્યના વડોદરામાંથી સામે આવી છે. વડોદરામાં માતાએ પોતાની બે પુત્રીઓની હત્યા કરીને પોતે આપઘાત કરી લીધો હોવાને ઘટના પ્રકાશમાં આવી છે. મળેલી માહિતી અનુસાર પહેલા માતાએ પોતાની બે પુત્રીઓને ઝેરી દવા આપીને મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમ છતાંય બંને પુત્રીઓ બચી ગઈ હતી, તેથી મહિલાએ પોતાની જ બંને દીકરીઓને ગળે ફાંસો આપ્યો હતો. ત્યારબાદ મહિલાએ પોતે પણ ગળેફાંસો ખાઈને લીધો હતો. જ્યારે માતા દક્ષાબેન SSG હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે.
આ ઘટના પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું હાલ કહેવાય છે, આ સમગ્ર ઘટના અને મળેલી માહિતી અનુસાર મોટી દીકરીને એર હોસ્ટેસ બનવું હતું, 20 દિવસ પહેલાં બી. 66 અક્ષતા કો. હાઉસિંગ સોસાયટીમાં ત્રણ મજલા મકાનના બીજા માળે દક્ષાબેન તેમની બે દીકરી સાથે ભાડે રહેવા માટે આવ્યાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર માતા નું નામ દક્ષા ચૌહાણ છે.
મળેલી માહિતી અનુસાર દક્ષા ચૌહાણે ધોરણ 9 માં ભણતી નાની દીકરી શાલીની ચૌહાણની 22 000 રૂપિયાની ફી નહિ ભરી શકતા પગલું ભર્યું હોવાની હાલ આશંકા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તરત જ ઘટનાની ગંભીરતા સમજીને પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસમાં તેમને જાણવા મળ્યું હતું કે દક્ષાએ છેલ્લો ફોન તેની કુટુંબિક બહેનને કર્યો હતો જ્યારે પોલીસે તેની બહેન સાથે વાત કરી ત્યારે તેને જણાવ્યું કે, દક્ષાના બે મિસકોલ આવ્યા હતા જ્યારે તેની બહેને ફોન કર્યો ત્યારે તેને કહ્યું કે ફોનમાં ટાઈમ સેટ નહોતો એટલે કેટલા વાગ્યા તે પૂછવા માટે મેં તને ફોન કર્યો છે. એમ કહીને ફોન મૂકી દીધો હતો અને ત્યારબાદ દક્ષાએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી છે અને તેમણે વધુ તપાસ તે આધારિત શરૂ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube