સુરતમાં ઇલેક્ટ્રીશનને કરંટ લાગતા કરુણ મોત- એક મહિના પહેલા જ જન્મેલા જુડવા બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા

Youth dies of electrocution in Surat: સુરતમાં દિવસે ને દિવસે મોતના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમાંથી સુરતના સચિન વિસ્તારના GIDC ખાતેના ડાયમંડ પાર્કમાં આવેલા શ્રી કૃષ્ણ સ્ટીલ કંપનીમાં એક કર્મચારીને સાથે કરંટ લાગવાની ઘટના બની હતી. કંપનીના 30 ફૂટ ઊંચા પતરાના શેડ ઉપર અંદરની બાજુ લાઇટનું કામકાજ કરવા જતા કરંટ(Youth dies of electrocution in Surat) લાગ્યો હતો. જેના કારણે તે ત્યાને ત્યાજ બેભાન થયી ગયો હતો.આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવકને 30 ફૂટ ઊંચા પતરા પરથી નીચે ઉતાર્યો હતો.

તે પછી તેને એમ્બ્યુલન્સની મારફતે સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.યુવકના આ બનાવને કારણે 2 બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. અને આખો પરિવાર શોકનો માહોલ છવાઈ ગયો હતો.પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.

વાયરીંગનું કામ કરતા અચાનક કરંટ લાગ્યો
સુરતના સચિન GIDCમાં કનકપુર ખાતે આવેલા વીર નર્મદ હાઈટ્સમાં રહેતા 30 વર્ષીય રામદાસ ચિત્તે તે ક્પનીમાં વાયરીંગનું કામકાજ કરે છે. હાલમાં રામદાસ સચિન GIDCમાં આવેલા ડાયમંડ પાર્ક ખાતે નવી બની રહેલી કૃષ્ણ સ્ટીલ કંપનીનું વાયરીંગનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ગતરોજ મોડી રાત સુધી તેનું વાયરીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે કંપનીના 30 ફૂટ ઊંચા પતરાના શેડની અંદરની બાજુ પર વાયરીંગનું કામ કરતા અચાનક તેને કરંટ લાગ્યો અને તે બેભાન થઈ ગયો.

યુવકને કરંટ લાગતા પતરા ઉપર જ બેભાન થયો
કંપનીમાં ઈલેક્ટ્રીક માટે વાયરીંગનું કામ કરતા રામદાસ ચિત્તે 30 ફૂટ ઊંચા પતરાના શેડ પર ક્રેનની મદદથી ચડ્યો હતો. ત્યાર પછી ક્રેન અન્ય કોઈ કામ માટે ત્યાંથી ચાલી ગઈ હતી. તે દરમિયાન કામકાજ ચાલી રહ્યું હતું, ત્યારે રામદાસને કરંટ લાગતા પતરા ઉપર જ બેભાન થઈ ગયો હતો. જોકે રામદાસનો અવાજ ન આવતા અન્ય તેના સાથી કર્મચારીઓ ચિંતામાં મુકાયા હતા. જેને લઇ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી બોલાવવામાં આવી હતી.

108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
આ બનાવની જાણ થતા ફાયર વિભાગને થતા તાત્કાલિક ભેસ્તાન ફાયર વિભાગની ટીમ હાઇડ્રોલિક સાધન સાથે ઘટનાસ્થળે પણ પહોંચી હતી અને યુવકને પતરા પરથી નીચે ઉતારવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. આ અંગે ભેસ્તાન ફાયર વિભાગના ઓફિસર દિનેશ રાણાએ જણાવ્યું છે કે, અમને 30 ફૂટ ઊંચા પતરાના શેડ પર યુવક ફસાયો હોવાની જાણ થતા સચિન GIDC ખાતે આવેલા ડાયમંડ પાર્ક પ્લોટ નંબર 7માં અમે પહોંચ્યા હતા.

જ્યાં પતરાના શેડ ઉપર અંદરની સાઈડે લાઇટ રીપેરિંગ કરવા જતા એક વ્યક્તિને કરંટ લાગ્યો હતો. તે વ્યક્તિ ત્યાંજ બેભાન થઈ ગયો હતો. જેથી તેને નીચે ઉતારવા માટે હાઇડ્રોલિક મશીન સાથેની સીડીનો ઉપયોગ કરી ફાયર ટીમે ઉપર પહોંચી બેભાન યુવકને તાત્કાલિક નીચે ઉતાર્યો હતો. ત્યાર બાદ યુવકને 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

સારવાર દરમિયાન વાયરમેનનું મોત
સચિન GIDCમાં કામ કરતા ઇલેક્ટ્રિશિયન વિજય ચિત્તેને કરંટ લાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર વિજય ચિત્તે મૂળ મહારાષ્ટ્રના વતની હતો. સચિન વિસ્તારમાં યુવક તેની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. પત્નીએ એક મહિના પહેલા જ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારે કરંટ લાગવાથી અચાનક મોતને પગલે બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ આખા બનાવવાની જાણ સચિન GIDC પોલીસને કરવામાં આવી હતી. પોલીસે કરંટથી મોતને ભેટનાર વાયરમેનના મૃતદેહને પોસ્ટ મોર્ન્ત્મ માટે સિવિલ હોસ્પિટલમા મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *