ચંદ્રયાન 3 ને મળી મોટી સફળતા: વિક્રમ લેન્ડરે દક્ષિણ ધ્રુવનું તાપમાન શોધી કાઢ્યું… -ISRO એ શેર કરી માહિતી

Chandrayaan-3 Vikram Lander Moon Temperature: ભારતના મૂન મિશનમાંથી એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરેલા ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યુલે ઈસરોને ડેટા મોકલવાનું શરૂ કરી દીધું છે.(Vikram Lander Moon Temperature) ISROએ રવિવારે વિક્રમ લેન્ડર પર ‘ChaSTE’ પેલોડ દ્વારા નોંધાયેલું પ્રથમ અવલોકન વિશ્વ સમક્ષ રજૂ કર્યું.

ISROના જણાવ્યા અનુસાર, તાપમાન માપવા માટે લુનર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરીમેન્ટ (ChaSTE) પેલોડ જોડવામાં આવ્યો હતો. પેલોડને સ્પેસ ફિઝિક્સ લેબોરેટરી (એસપીએલ), વીએસએસસીની આગેવાની હેઠળની ટીમ દ્વારા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદના સહયોગથી વિકસાવવામાં આવ્યું હતું. લેન્ડર સાથે જોડાયેલા પેલોડે ઊંડાઈમાં વધારા સાથે ચંદ્રની સપાટી પર તાપમાનમાં ફેરફાર નોંધ્યો હતો. ISROએ ટ્વિટર પર એક ગ્રાફ શેર કર્યો છે, જેમાં ચંદ્રની સપાટી અને તેની નીચે તાપમાનમાં ફેરફાર દર્શાવવામાં આવ્યો છે.

8 સે.મી.ની ઊંડાઈએ માઈનસ 10 ડિગ્રી તાપમાન
આલેખ મુજબ, ઉંડાણમાં જતા તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. 8 સે.મી.ની ઊંડાઈએ, પેલોડે માઈનસ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઓછું તાપમાન નોંધ્યું હતું. જો કે, સપાટી તરફ ધીમે ધીમે વધારો થતાં તાપમાનમાં વધારો પણ જોઇ શકાય છે. દક્ષિણ ધ્રુવ પર સપાટીનું તાપમાન 50-60 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે સ્થિરતા દર્શાવે છે. ISROએ કહ્યું- “ચંદ્રના દક્ષિણ ધ્રુવ માટે આ પ્રકારની પ્રથમ પ્રોફાઇલ છે. તેનું વિગતવાર નિરીક્ષણ ચાલી રહ્યું છે.

14 દિવસ બરાબર 1 દિવસ 
આ પહેલા પ્રજ્ઞાન રોવર ચંદ્રયાન-3 વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યું હતું. તે હવે ચંદ્રની સપાટી પર ગયો છે. ઈસરોએ ગુરુવારે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં રોવરને રેમ્પ દ્વારા લેન્ડરમાંથી બહાર નીકળતું બતાવવામાં આવ્યું હતું. લેન્ડિંગ પછી, લેન્ડર અને રોવર ચંદ્ર-દિવસ માટે કામ કરી રહ્યા છે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *