Baby born with 4 arms and 4 legs in Uttar Pradesh: આપણા દેશ માં ઘણા વિચિત્ર બાળકો જન્મતા હોય છે. એટલે કે ઘણી વાર બે બાળકો એવા જન્મે કે, તે માથા ના ભાગ થી જોડાયેલા હોય છે. અથવા તો બને જુડવા જન્મે છે. એવા એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલમાં ઉત્તરપ્રદેશ રાજ્ય માં એક માતા એ એક બાળક ને જન્મ આપ્યો. તે બાળક ને 4-હાથ અને 4-પગ છે. આ બાળક નો જન્મ થતા લોકો(Baby born with 4 arms and 4 legs in Uttar Pradesh) ની જોવા માટે ભીડ ઉમટી પડી હતી.
ઉત્તરપ્રદેશ ના હરદોઈ જિલ્લા ના શાહબાદ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આ બાળક નો જન્મ થયો હતો.તે માતા ને સખત દર્દ થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં માતા કરીના એ આ 4-હાથ અને 4-પગ વાળા બાળક ને જન્મ આપ્યો હતો. આ બાળક નું જન્મ સમયે વજન 3-કિલો હતું.
શાહબાદ સેન્ટર ના નર્સ સીમા દેવી વર્મા એ બાળક ના જન્મ પછી માતા અને બાળક બને સ્વસ્થ છે તેમ જણાવ્યું હતું. મેડિકલ ઓફિસર ડો. રમેશ બાબુ એ જણાવ્યું છે કે, આ જોડિયા બાળક નો કેસ છે. એટલે કે બે બાળકો નો જન્મ થવાનો હતો. પરંતુ બીજા બાળક નો વિકાસ સરખો થઇ શક્યો ન હતો. બીજા બાળક નો વિકાસ અડધો થયો હતો. એટલા માટે તે એક બીજા સાથે જોડાયેલ છે.
ડોક્ટરો એ માતા અને બાળક એમ બને સ્વસ્થ છે તેમ જણાવ્યું હતું. આ બાળક નો જન્મ થતા લોકો તેને ભગવાન નું સ્વરૂપ માનવ લાગ્યા છે. અને આ બાળક ને જોવા લોકો ઉમટી પડ્યા હતા. લોકો એ ફોટા પાડી ને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. લોકો આ બાળક ના જન્મ ને કુદરત નો ચમત્કાર ગણવામાં આવી રહ્યો છે. આ ફોટા ને સોશિયલ મીડિયા પર ઘણા લોકો એ જોઈ પણ લીધા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube