Bag full of rupees was returned to the original owner in Disa: ડીસા (Disa)માં આવેલ લોરવાડા (Lorwada) ની પ્રાથમિક શાળાના શિક્ષકને અમદાવાદ ભીનમાલ ST બસમાંથી દાગીના તેમજ રોકડ રકમ સહિત 1.70 લાખ રૂપિયાથી ભરેલ થેલો મળી આવ્યો હતો. જેથી શિક્ષક દ્વારા ડીસા બસ સ્ટેશન (Bus Station) નાં કર્મચારીઓ સાથે રાખીને મૂળ માલિકને થેલો પરત કરતા શિક્ષકની ઈમાનદારીના દર્શન થયા હતાં.
ડીસા તાલુકામાં આવેલ લોરવાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવી રહેલ ગોવિંદજી સાદુળજી ઠાકોરને અમદાવાદ ભીનમાલ બસમાંથી એક કિંમતી સામાન ભરેલ થેલો બિનવારસી નજરે પડ્યો હતો. જેથી શિક્ષક ગોવિંદજી ઠાકોરે ડીસા ડેપોમાં ફરજ બજાવી રહ્યા હતા.
અહીંના ટ્રાફીક કંટ્રોલર ઘાસુરાભાઇ તથા આર.કે.દેસાઇ પાસે સામાનથી ભરેલો થેલો જમા કરાવતા અધિકારીઓની હાજરીમાં થેલો ચેક કરતા દાગીના તેમજ અગત્યના ડોક્યુમેન્ટ તથા રોકડ સહિત 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ડોક્યુમેન્ટને આધારે થેલાના મુળ માલિક સીમાબેન ગંગાધર (રહે.નાગપુર) નો સંપર્ક કરીને તેમની વસ્તુઓ પરત કરી દેવામાં આવી હતી. આમ, એક શિક્ષકની ઇમાનદારી તથા ST કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીની પ્રશંસા થઈ રહી છે. આજના સમયમાં આવા વ્યક્તિ મળવા ખુબ મુશ્કેલ છે.
અવારનવાર સોસિયલ મીડિયા પર આવી કેટલીક ઈમાનદારી દર્શાવતી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ શિક્ષકે પોતાની ફરજનું પાલન કર્યું છે. આવા જ કેટલાક ઈમાનદારીનું દર્શન કરાવતા વ્યક્તિ આપણને સદભાગ્યે જ જોવા મળતા હોય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube