અદાણીના કોલંબો પોર્ટપ્રોજેકટમાં અમેરિકી સરકાર 553 મીલીયન ડોલરનું કરશે રોકાણ- શ્રીલંકાની અર્થવ્યવસ્થાને મળશે સપોર્ટ

gautam adani’s port project in sri lanka: યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ  ફાયનાન્સ કોર્પોરેશન (DFC)એ ઘોષણા કરી છે કે તે ભારતના સૌથી મોટા પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ., શ્રીલંકાના અગ્રણી સાહસ જ્હોન કીલ્લ્સ હોલ્ડિંગ (JKH) અને શ્રીલંકા પોર્ટ ઓથોરીટીના બનેલા કોન્સોર્ટીઅમને યુએસડી 553 મિલિયનનું માતબર ધિરાણ આપશે. અમેરીકી સરકારની વિકાસ ધિરાણ સંસ્થા DFC  સૌથી વધુ ગંભીર પડકારોનો સામનો કરી રહેલા વિકસી રહેલા વિશ્વને નાણાકીય ઉકેલો માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરે છે. તે ઉર્જા,આરોગ્ય સંભાળ,આંતરમાળખું, કૃષિ અને નાના વ્યવસાયો તથા ધિરાણ સેવાઓના ક્ષેત્રમાં રોકાણ કરે છે.

અમેરિકન સરકાર સૌ પ્રથમવાર તેની સંસ્થાઓ પૈકીની એક સંસ્થા મારફત અદાણીના(gautam adani’s port project in sri lanka) એક પ્રોજેક્ટને ધિરાણ આપી રહ્યું છે જે અદાણી સમૂહના વિકાસકીય અભિગમ અને સંચાલકીય બહોળા અનુભવને માન્યતા આપે છે.આ ધિરાણ અદાણી સમૂહની કોલંબો પોર્ટમાં રોકાણ કરી વિશ્વકક્ષાની કન્ટેનર સવલતનું સર્જન કરવાની કાબેલિયતમાં વિશ્વાસ દર્શાવે છે.

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પૂર્ણકાલિન ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી કરણ અદાણીએ અમેરિકન સરકારની સંસ્થા અમેરિકાના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશનના અદાણી પ્રોજેક્ટ સાથેના જોડાણને આવકારી જણાવ્યું હતું કે અમે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી દ્વારા અમારા વિઝન,અમારી ક્ષમતાઓ  અને અમારા સુશાસન ઉપર મજબૂત ભરોસા તરીકે જોઈએ છીએ. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા પોર્ટ ડેવલપર અને ઓપરેટર પૈકીના એક તરીકે ઉભરેલી APSEZ આ પ્રોજેક્ટ ફક્ત અમારી વિશ્વ કક્ષાની પુરવાર કાબેલિયત માટે જ નહી પરંતુ આંતર માળખાકીય ક્ષેત્રમાં નિર્માણના અમારા અગાધ અનુભવને લઈને આવી છે. આ પ્રોજેક્ટ જ્યારે પૂરો થશે ત્યારે કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેક્ટ ફક્ત કોલંબો જ નહી પરંતુ સમગ્ર ટાપુની આરપાર સામાજીક આર્થિક ચિત્રને નવી પ્રત્યક્ષ અને પરોક્ષ હજારો રોજગારની તકો મારફત પલટાવી નાખવા સાથે શ્રીલંકાના વેપાર-વણજની ઈકો સિસ્ટમને જોરદાર પ્રોત્સાહન આપશે એમ તેમણે વધુમાં કહ્યું હતું.

ભારતીય સામુદ્રીક પરીસીમામાં પોર્ટ ઓફ કોલંબો સૌથી મોટું અને ધમધોકાર ચાલતું ટ્રાન્સશિપમેંટ પોર્ટ છે.વ ૨૦૨૧થી તે 90%થી વધુ ઉપયોગીતા સાથે કામકાજ કરી રહ્યું છે. જેથી તેમાં વધારાની ક્ષમતા ઉમેરવી એ સમયની માંગ છે. નવું ટર્મિનલ મહત્વના શિપિંગ રુટો ઉપર શ્રીલંકાના મહત્વના સ્થાન તેમજ આ વિસ્તરતા બજારની  તેની નજદીકી પહોંચ   બંગાળના અખાતમાં ઉભરી રહેલા અર્થકારણને વેગ આપશે.

DFCના સી. ઇ.ઓ. સ્કોટ નેથને જણાવ્યું હતું કે કંપની વિકાસને આગળ ધપાવતા અને આર્થિક વૃધ્ધિ તરફ દોરી જતા ખાનગી ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપીને અમારા ભાગીદારોની વ્યુહાત્મક સ્થિતિને મજબૂત બનાવે છે.જે અનુસાર પોર્ટ ઓફ કોલંબોમાં આ આંતર માળખાના નિર્માણ માટે અમે સહયોગ કરી રહ્યા છીએ. શશ્રીલંકા દુનિયાનું એક મુખ્ય ટ્રાન્ઝીટ હબ છે અને અડધો અડધ કન્ટેનર શિપ તેના પાણીમાંથી પસાર થાય છે. સોવરીન ડેબ્ટ વધાર્યા સિવાય ખાનગી ક્ષેત્રમાં વેસ્ટ કન્ટેનર ટર્મિનલ માટે 553 મિલિયન ડોલરની લોનની DFCની પ્રતિબધ્ધતા તેની શિપિંગ ક્ષમતાને વિસ્તારવા સાથે શ્રીલંકાની સમૃધ્ધિને ઉચાઇએ લઈ જશે.

શ્રીલંકા ખાતેના અમેરીકાના રાજદૂત સુશ્રી જુલી ચંગે જણાવ્યું હતું કે DFC  દ્વારા પોર્ટ ઓફ કોલંબોના વેસ્ટ કન્ટેનર ટર્મિનલના લાંબાગાળાના વિકાસ માટે ડોલર 553 મિલિયનનું રોકાણ શ્રીલંકામાં ખાનગી ક્ષેત્ર પ્રેરીત વૃધ્ધિને પ્રોત્સાહન આપવા સાથે તેના આર્થિક પુન:સ્થાપન દરમિયાન મહત્વના વિદેશી હુંડિયામણના પ્રવાહને આકર્ષશે.

જોહ્ન કિલ્લા હોલ્ડિંગ્સના ચેરપર્સન ક્રિષન બાલેન્દ્રએ જણાવ્યું હતું કે DFCનું આ રોકાણ વેસ્ટ ટર્મિનલ પ્રોજેક્ટના સામર્થ્યને સ્વીકારવા સાથે શ્રીલંકાના આર્થિક પુન:સ્થાપનમાં રોકાણકારના વિશ્વાસને બળ આપે છે. આ સાથે અદાણી ગૃપ ઉભરતા બજારમાં વ્યુહાત્મક રોકાણ મારફત તેની વૈશ્વિક હાજરી વિસ્તારી રહી છે. અદાણી સમૂહે ટ્રાન્સપોર્ટ લોજીસ્ટિક્સ અને એનર્જી યુટીલિટીઝ વ્યવસાયોમાં માર્કેટ લિડર તરીકેનું સ્થાન લઈ લીધું છે.

કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ વિશે…

કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રા. લિ. ભારતના સૌથી મોટા પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડ, શ્રીલંકાના અગ્રણી એન્ટરપ્રાઈઝ જોન કીલ્સ હોલ્ડિંગ્સ અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટીનો સમાવેશ કરતું કન્સોર્ટિયમ છે. કન્સોર્ટિયમ કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) 35 વર્ષના સમયગાળા માટે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) ધોરણે વિકસાવશે. આ ટર્મિનલનો વિકાસ કોલંબો પોર્ટની સ્થિતિને પ્રદેશમાં પ્રાથમિક હબ તરીકે મજબૂત બનાવશે અને વિશ્વના ટોચના કન્ટેનર ટર્મિનલ્સમાં તેની રેન્કિંગને 20માં સ્થાને લાવવાની અપેક્ષા છે. તે વૈશ્વિક શિપિંગ કનેક્ટિવિટીના સંદર્ભમાં પોર્ટની સ્થિતિને પણ પરિવર્તિત કરશે, જે હાલમાં વૈશ્વિક સ્તરે 12મા ક્રમે છે. જ્યારે કાર્યરત થશે, ત્યારે CWIT શ્રીલંકામાં સૌથી મોટું અને સૌથી ઊંડું કન્ટેનર ટર્મિનલ હશે. 1,400 મીટરની ખાડીની લંબાઈ અને 20 મીટરની ઊંડાઈ સાથે, CWIT 24,000 TEUs ની ક્ષમતાવાળા અલ્ટ્રા લાર્જ કન્ટેનર જહાજોને હેન્ડલ કરવા માટે સજ્જ હશે. નવા ટર્મિનલની વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 3.2 મિલિયન TEUs કરતાં વધી જવાની શક્યતા છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ વિશે…

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ ભારતના અગ્રણી બિઝનેસ હાઉસમાંના એક, વૈવિધ્યસભર અદાણી ગ્રુપનો એક ભાગ છે. તે પોર્ટ કંપનીમાંથી એક સંકલિત ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં વિકસિત થઈ છે, જે પોર્ટ ગેટથી ગ્રાહકના ગેટ સુધી એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. તે ભારતના પશ્ચિમ કિનારે છ વ્યૂહાત્મક રીતે સ્થિત બંદરો અને ટર્મિનલ (ગુજરાતમાં મુન્દ્રા, દહેજ, તુના અને હજીરા, ગોવામાં મોર્મુગાઓ અને મહારાષ્ટ્રમાં દીઘી) અને પૂર્વ કિનારે પાંચ બંદરો અને ટર્મિનલ્સ સાથે ભારતનું સૌથી મોટું બંદર વિકાસકર્તા અને ઑપરેટર છે. ઓડિશામાં ધમરા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ અને કૃષ્ણપટ્ટનમ અને તમિલનાડુમાં કટ્ટુપલ્લી અને એન્નોર). APSEZ બંને દરિયાકાંઠાના વિસ્તારો અને અંતરિયાળ પ્રદેશોમાંથી મોટા પ્રમાણમાં કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે અને દેશના પોર્ટ વોલ્યુમમાં 24% હિસ્સો ધરાવે છે. કંપની કેરળમાં વિઝિંજામ અને પડોશી દેશ શ્રીલંકામાં કોલંબોમાં બે ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પણ વિકસાવી રહી છે. APSEZનું પોર્ટ-ટુ-લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ, જેમાં પોર્ટ સુવિધાઓ અને મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્ક, ગ્રેડ A વેરહાઉસ અને ઔદ્યોગિક આર્થિક ઝોન સહિતની સંકલિત લોજિસ્ટિક્સ ક્ષમતાઓ છે, તેને ફાયદાકારક સ્થિતિમાં મૂકે છે કારણ કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં આલીશાન ઓવરઓલથી ભારતને ફાયદો થવાનો છે. APSEZ આગામી દાયકામાં વિશ્વના સૌથી મોટા બંદરો અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનવાનું લક્ષ્ય ધરાવે છે. APSEZ એ વિજ્ઞાન-આધારિત લક્ષ્યાંક પહેલ (SBTi) માટે સાઇન અપ કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનું ત્રીજું બંદર છે, જે કાર્બન ચાલુ કરવાના વિઝન સાથે પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી 1.5°C ઉપર ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવા માટે ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *