Dubai and Hong Kong flights start from Surat Airport: સુરતમાં PM નરેન્દ્ર મોદીના હસ્તે 17 તારીખના રોજ વિશ્વની સૌથી મોટી બિલ્ડીંગ ડાયમંડ બુર્સનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. ત્યારે સુરતવાસીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત એરપોર્ટ પરથી વધુ 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રૂપ’ના પ્રયાસો અને સુરતની વર્ષો જૂની માંગ બાદ હવે બેંગકોકની ફ્લાઈટ પહેલા જ દુબઈની ફ્લાઈટ શરૂ(Dubai and Hong Kong flights start from Surat Airport) થઈ જશે.
આ અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સતાવાર જાહેરાત પણ કરી છે. સુરતથી હાલ ફક્ત એક જ આંતરરાષ્ટ્રીય સ્થળ માટે ફ્લાઈટ ઉડાન ભરે છે અને તે જગ્યા સારજાહ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરતથી દુબઈની રોજની ફ્લાઈટ શરૂ(Dubai and Hong Kong flights start from Surat Airport) કરવા જઈ રહી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. જેનું શિડ્યુલ અને બુકિંગ આજથી શરૂ થાય તેવી શક્યતા છે.
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રૂપે દેશની તમામ એરલાઇન્સ સાથે સંપર્ક કર્યો અને દુબઇ ફ્લાઇટ માટે વિનંતી અને માંગણી કરી, આખરે એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા મંજૂરી મળી અને 17મી ડિસેમ્બરથી ફ્લાઇટ શરૂ થશે. જોકે, હવે દુબઈ સુધીની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે. સુરતથી દુબઈની ડાયરેક્ટ ફ્લાઈટ 17 ડિસેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શરૂ થવા જઈ છે. એરલાઈન્સે કસ્ટમ વિભાગને સૂચના આપી છે કે સુરત એરપોર્ટ પરથી આ ફ્લાઈટ 17 ડિસેમ્બરથી સવારે 7 વાગ્યાથી શરૂ થાય. અત્યાર સુધી દુબઈમાં ફ્લાઈટ લેન્ડિંગ માટે સ્લોટ ઉપલબ્ધ નહોતા, પરંતુ વડાપ્રધાન કાર્યાલયના સીધા હસ્તક્ષેપથી આ શક્ય બનવા જઈ રહ્યું છે.
શહેરના ડાયમંડ બુર્સ યુનિયનની રજૂઆતને પગલે કેંદ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરત એરપોર્ટ પર ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી વધારવા માટે એરલાઈન્સને સૂચન કર્યું હતું. ઉપરાંત આગામી છ મહિનામાં કનેક્ટિવિટી વધારવાનો પ્લાન પણ માંગ્યો હતો. એરલાઈન ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ સાથે મંગળવારે થયેલી આ બેઠકના એક દિવસ બાદ અહેવાલ આવ્યા છે કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરતથી દુબઈ માટેની ફ્લાઈટ શરૂ(Dubai and Hong Kong flights start from Surat Airport) કરશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરતથી દુબઈ માટે દૈનિક ફ્લાઈટ ઓપરેટ કરશે.આ ઉપરાંત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ફ્લાઇટ વહેલી સવારે સુરતથી ઉડાન ભરશે અને 1:00 વાગ્યાની આસપાસ પરત ફરશે.
સુરતથી દુબઈ માટેની ફ્લાઈટનું બુકિંગ 14 ડિસેમ્બરથી શરૂ થશે અને પહેલી ફ્લાઈટ વડાપ્રધાન નરેન્દ્રની મોદીની હાજરીમાં શરૂ થશે. સુરત એરપોર્ટના વિસ્તારેલા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા પીએમ મોદી સુરત આવવાના છે અને ત્યારે જ તેમની હાજરીમાં સુરતથી દુબઈની ડાયરેક્ટ ફ્લાઈટ ઉડાન ભરશે. આ ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ અથવા તો કાયમી માટે શરૂ રહેશે. જો બધું બરાબર રહ્યું તો દુબઈ ઉપરાંત સુરતથી હોંગકોંગ માટે પણ સીધી ફ્લાઈટ શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરતના પ્રવાસે છે. તેઓ નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ઘાટન કરવાની સાથે એરપોર્ટના નવા ટર્મિનલનું પણ ઉદ્ધાટન કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube