Dawood Ibrahim hospitalised: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પછી દાઉદને કરાચીની હોસ્પિટલમાં દાખલ(Dawood Ibrahim hospitalised) કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક છે. પાકિસ્તાનના ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદને ઝેર આપવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈએ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
દાઉદ ઈબ્રાહિમને કોણે આપ્યું ઝેર?(Dawood Ibrahim hospitalised)
65 વર્ષીય દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. જોકે, ઘણા પાકિસ્તાની મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે દાઉદને ઝેરના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમજ તેને કોણે ઝેર આપ્યું તે અંગે પણ કોઈ માહિતી મળી નથી.
મુંબઈ હુમલાનો ગુનેગાર છે દાઉદ ઈબ્રાહીમ
તમને જણાવી દઈએ કે દાઉદ ઈબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટોનો ગુનેગાર અને માસ્ટરમાઇન્ડ છે. મુંબઈ હુમલામાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે હજારો ઘાયલ થયા હતા. આ પછી દાઉદ ફરાર થઈ ગયો અને પાકિસ્તાનમાં આશરો લીધો. ભારતે આ અંગે ઘણી વખત પુરાવા આપ્યા છે, પરંતુ પાકિસ્તાને હંમેશા દાઉદ પોતાના દેશમાં હોવાની વાતને નકારી કાઢી છે. મુંબઈ હુમલા બાદ ભારતે તેને મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કર્યો હતો. ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંનો એક દાઉદ ઈબ્રાહિમ સંગઠિત અપરાધ, આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરી સહિતની વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે.
આ જ મહિનામાં સાજિદ મીરને પણ આપવામાં આવ્યું હતું ઝેર
દાઉદ ઈબ્રાહિમ પહેલા લશ્કરના કમાન્ડર સાજિદ મીરને જેલમાં ઝેર પીવડાવવાના સમાચાર હતા. આ મહિનાની 5મી તારીખે 26/11 મુંબઈ હુમલાના કાવતરાખોર સાજિદ મીરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સાજિદ મીરને પાકિસ્તાનના ડેરા ગાઝી ખાનની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેને ઝેર આપવામાં આવ્યું હતું. જો કે આ વખતે પાકિસ્તાને હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન આપ્યું નથી.
ગયા વર્ષે, પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે સાજિદ મીરને ટેરર ફાઇનાન્સિંગ કેસમાં 8 વર્ષની જેલની સજા ફટકારી હતી, ત્યારબાદ તેને લાહોર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, થોડા મહિના પહેલા સાજિદ મીરને લાહોર સેન્ટ્રલ જેલમાંથી ડેરા ગાઝી ખાન સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. અમેરિકન એજન્સી એફબીઆઈએ દાવો કર્યો હતો કે સાજિદ મીરે મુંબઈ હુમલા બાદ પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાનો ચહેરો બદલી નાખ્યો હતો, જેથી તેની ઓળખ ન થઈ શકે. આ સિવાય તેણે અનેકવાર પોતાનું નામ પણ બદલ્યું છે. નોંધનીય છે કે, આ પહેલા પણ દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે. તાજેતરમાં એવી ચર્ચા હતી કે ગેંગરીનને કારણે કરાચીની એક હોસ્પિટલમાં તેના બે અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા. જો કે, આની પણ પુષ્ટિ થઈ શકી નથી.
મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે દાઉદ (Dawood Ibrahim hospitalised)
તમને જણાવી દઈએ કે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમ ભારતમાંથી ભાગેડુ છે. તે 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો માસ્ટરમાઇન્ડ છે, જેમાં 250 થી વધુ લોકોના જીવ ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા. આ પછી જ તેને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી તેણે પાકિસ્તાનમાં આશરો લીધો છે. ભારતે પણ અનેક વખત આના પુરાવા રજૂ કર્યા છે. જો કે, પાકિસ્તાન સતત દેશમાં તેની હાજરીને નકારી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube