Police action against Seema Kanojia: રીલ્સ અને વિડીયોના આ જમાનામાં કેટલાક એવા લોકો છે જે થોડા લાઈક્સ અને ફોલોઅર્સ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. આવા લોકોના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે, જેઓ મેટ્રો, બસ કે ટ્રેનમાં ક્યાંય પણ ડાન્સ કરીને અથવા કોઈ વિચિત્ર વર્તન કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાના તમામ પ્રયાસો કરતા જોવા મળે છે.
થોડા સમય પહેલા આવો જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલ્વે સ્ટેશન પર એક છોકરી ઉભી ટ્રેનમાંથી કૂદીને વિચિત્ર રીતે ડાન્સ કરતી જોવા મળી હતી, જેના કારણે પ્લેટફોર્મ પર આવતા-જતા લોકો પરેશાન થતા જોવા મળ્યા હતા. જેના કારણે મુંબઈ આરપીએફએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅર્સ સીમા કનૌજિયા વિરુદ્ધ(Police action against Seema Kanojia) કાર્યવાહી કરી છે.
વાસ્તવમાં, સીએસએમટી રેલવે સ્ટેશન પર ડાન્સ કરવા બદલ મુંબઈ આરપીએફએ સીમા કનૌજિયા વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે, ત્યારબાદ સીમા એક વીડિયોમાં પોતાના વર્તન માટે માફી માંગતી જોવા મળે છે. આ સાથે તે લોકોને રેલ્વે સ્ટેશનો પર રીલ ન બનાવવાની પણ અપીલ કરી રહી છે,પરંતુ આ પહેલીવાર નથી જ્યારે સીમા આવા વિચિત્ર ડાન્સ કરતી જોવા મળી હોય. આ પહેલા પણ તેના આવા ઘણા વીડિયો સામે આવી ચુક્યા છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સીમા કનૌજિયા રેલવે પ્લેટફોર્મ પર પેસેન્જરોની વચ્ચે ‘મેરા દિલ તેરા દિવાના’ ગીત પર વિચિત્ર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને જેટલો લાઈક અને વખાણવામાં આવ્યો છે તેટલી જ લોકોએ રીલ પર સારી અને ખરાબ કમેન્ટ્સ પણ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube