સ્વેટરની સાથે રેઇનકોટ પણ કાઢી રાખજો! કડકડતી ઠંડી સાથે આ તારીખે ગુજરાતભરમાં પડશે વરસાદ- અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel rain Forecast: રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં ફરી માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel rain Forecast) આગાહી કરતા કહ્યું છે કે, તારીખ 1થી 5 જાન્યુઆરી સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે, સાથો સાથ ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે.

‘6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે’
રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે કે, 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. વધુમાં કહ્યું છે કે, જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. હાલ તારીખ 26થી 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથો સાથ વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરવામાં આવી છે.

‘માવઠાની શક્યતા’
ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ પણ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *