ઉનાળામાં જો ખેડૂતો આ 5 પાકની ખેતી કરશે, તો થઈ શકે છે માલામાલ

Farming news: ભારતભરમાં ખેડૂતો હવે કોઠાસૂઝનો ઉપયોગ કરીને નફાકારક ખેતી તરફ વળી રહ્યા છે. ભારતના ઘણા ખેડૂતોએ સરસવ, ઘઉં જેવી પરંપરાગત ખેતી છોડી દીધી છે અને ખેડૂતો (Farming news) વધુ નફો આપતી શાકભાજીની ખેતી તરફ વળ્યા છે. પરંતુ મોટાભાગના ખેડૂતો હજુ પણ પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે. જેના કારણે તેઓને ઓછો નફો મળી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં તમામ પાકની ખેતી કરી શકાતી નથી. એવી ઘણી શાકભાજી છે જેની ખેતી કરીને ખેડૂતો સારો નફો કમાઈ શકે છે. એવા કેટલાક પાક છે, જેની ઉનાળાની ઋતુમાં માંગ વધી જાય છે.

કેટલાક કૃષિ તજજ્ઞોની સલાહ લઈને હવે સુરત, નવસારી, બારડોલી, વલસાડ વિસ્તારના કેટલાક ખેડૂતો ઓફ સિઝનમાં શાકભાજીની ખેતી કરતાં થયા છે, જેના કારણે ઓછા ઉત્પાદનમાં પણ શાકભાજીના ભાવ સારા રહેતા નફો વધુ મેળવતા થયા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય ઋતુમાં મળતાં ભાવ કરતાં વધારે ભાવ લઈ વધારે આવક લેવા ઓફ સિઝનમાં શાકભાજી ઉગાડવા જોઈએ. તેની ખેતી ઓફ સિઝન પદ્ધતિની વિશેષ જાણકારી હોવી જોઈએ.

ઓફ સિઝનમાં ઉગાડાતા શાકભાજી
આપણે ત્યાં સમાન્ય રીતે નીચે પ્રમાણે શાકભાજી ઓફ સિઝનમાં ઉગાડવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટામેટા, ભીંડા, કાકડી, તરબુચ, રિંગણ, કોબીજ, ફ્લાવર આખા વર્ષ દરમિયાન મળતાં થયાં છે. તેમણે કહ્યું કે આ શાકબાજીના પાકોમાં સંશોધનને અંતે તૈયાર થયેલી સંકરજાતોને કારણે શક્ય બન્યું છે. ખાસ કરીને ટામેટા અને કોબીજ સંકર જાતનું વધારે વાવેતર થાય છે. કોબીજની સંકર જાતોમાં ગરમી સહન કરવાની વધારે શક્તિ હોય આખા વર્ષ દરમિયાન દ્વિકલ્પ વિસ્તારમાં સારી રીતે ઉગાડી શકાય છે. આ જાતો જુદાજુદા હવામાનમાં અનુકુળ થવાની શક્તિ ધરાવે છે.

હાલમાં તાપી જિલ્લામાં ઓફ સિઝન શાકભાજી જેવા કે ભીંડા, ટામેટા અને તરબુચની ખેતી ખેડૂતો કરતાં થયા છે અને ધીમેધીમે એનો વિસ્તાર વધી રહેલો છે. ત્યારે હવે કેટલાક આર્થિક રીતે સધ્ધર ખેડૂતો કે મોટા ખેડૂતો હવે ગ્રીનહાઉસમાં ખેતી કરીને બારેમાસ જે તે શાકભાજીનો પાક લઈ રહ્યાં છે અને આર્થિક કમાણી પણ કરી રહ્યાં છે.

ઉનાળામાં ટામેટાની ખેતી
સામાન્ય રીતે શિયાળામાં ટામેટાની ખેતી થાય છે. ઉનાળાના ગરમ વાતાવરણમાં ટામેટાની ખેતી ખુલ્લા ખેતરમાં સારી રીતે કરવી થોડી મુશ્કેલી છે. ઉનાળા દરમિયાન ટામેટાની ખેતી ઓછા ખર્ચાવાળા સાદા ગ્રીન હાઉસમાં કરી શકાય છે. આવા ગ્રીન હાઉસ ઉપર પ્લાસ્ટિક તેમજ બાજુઓમાં નેટ નાખીને સૂર્યપ્રકાશ તેમજ ગરમી ઘટાડી શકાય છે. ખુલ્લા ખેતરમાં ટામેટાની ખેતી માટે હાર કરવી. ત્યારબાદ બે હાર મકાઈને વાવી ઉનાળા દરમિયાન ટામેટાની ખેતીનો પ્રયોગ કરવા જેવો છે. ઉનાળામાં ટામેટાની ખેતી માટે જાતની પસદંગી પણ અગત્યનું પાસું છે.

કાકડીનું વાવેતર
કાકડીની વાવણી માટે માર્ચ મહિનાનો સમય ઉત્તમ છે. કાકડીનો પાક 35 થી 40 દિવસમાં તૈયાર થઈ જાય છે. તેની ખેતીમાં ખૂબ જ ઓછું પાણી વપરાય છે. ઉનાળાની ઋતુમાં કાકડીના પાકની માંગ વધુ હોય છે. જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે વધારે લાભ થાય છે.કાકડીનું વાવેતર ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થાય છે.પથારી દીઠ 2.5 મીટર પહોળોજગ્યાએ બે બીજ વાવો. અને બીજ વચ્ચે 60 સે.મી.નું અંતર રાખો.તેની ખેતી સુરંગ ટેકનીક દ્વારા કરવામાં આવે છે. આ તકનીકનો ઉપયોગ ઉનાળાના પ્રારંભમાં કાકડીનું પ્રારંભિક ઉપજ મેળવવા માટે થાય છે. તે ઠંડીની મોસમમાં પાક બચાવવામાં મદદ કરે છે એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પણ પાક સારો રહે છે.

ખેડૂતોએ શા માટે કારેલાની ખેતી કરવી જોઈએ
ખેડૂતો ખૂબ ઓછા ખર્ચે કારેલાની ખેતીથી ખૂબ સારો નફો મેળવી શકે છે. ઘણા ખેડૂતો કહે છે કે તેની ખેતીમાં ખર્ચ થતાં 10 ટકા વધુ નફો મળે છે. કારણ કે બજારમાં તેની માંગ રહે છે જેના કારણે તેના સારા ભાવ મળે છે. ઘણા ખેડૂતો તેની ખેતી કરીને સારો નફો મેળવી રહ્યા છે. કારેલાની ખેતી કરતા યુપીના હરદોઈના ખેડૂતો જણાવે છે કે 1 એકર ખેતરમાં કારેલાની ખેતી કરવા માટે લગભગ 30,000 રૂપિયાનો ખર્ચ થાય છે. સારા નફા સાથે ખેડૂતને પ્રતિ એકર આશરે રૂ.3,00,000 નો નફો મળે છે. આ રીતે, તેની ખેતી ખર્ચ કરતાં 10 ગણી આવક આપી શકે છે.કારેલાની ખેતી માટે ઊંચા તાપમાનની જરૂર પડતી નથી. તેના સારા ઉત્પાદન માટે, તાપમાન 20 ડિગ્રી સેન્ટિગ્રેડથી 40 ડિગ્રી સેન્ટિગ્રેડની વચ્ચે હોવું જોઈએ. તેની ખેતી માટે ખેતરમાં ભેજ જાળવવો જરૂરી છે.

ભીંડાની ખેતી
ભીંડા એ ગરમ ઋતુનો પાક હોઇ ખરીફ તેમજ ઉનાળુ એમ બંન્ને ઋતુમાં સફળતાથી ઉગાડી શકાય છે. ભીડાની લીલી શીંગોમાં લોહ, આયોડિન અને વીટામીન એ, બી અને સી સારા પ્રમાણમાં રહેલાં હોય આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. લીલી શાકભાજીમાં ભીંડાની કુણી શીંગોનું ખુબ મહત્વ છે અને કુણી શીંગોથી બજારમાં વધુ ભાવ મેળવી શકાય છે. મુખ્યત્વે ભીંડાની ત્રણ જાતો છે જેમાં પરભણી ક્રાંતિ જેના છોડ ઉંચા થાય છે અને શીંગો મુલાયમ તેમજ પાતળી, લાંબી અને ગાઢા લીલા રંગની થાય છે જે જાત મરાઠવાડા યુનિ. દ્વારા બહાર પાડવામાં આવી છે. જ્યારે બીજા નંબરે ગુજરાત સંકર ભીંડા ગુજરાત કૃષિ યુનિ. આણંદ કેન્દ્ર ખાતે બહાર પાડવામાં આવેલી જાત છે અને તે વધુ ઉત્પાદન આપે છે જ્યારે ગુજરાત સંકર ભીંડા-૨ નામની જાત ગુજરાત કૃષિ યુનિ. જુનાગઢ ખાતેથી બહાર પાડવામાં આવેલ છે.