The Ocean Pizza: અમદવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કેટલાક પિઝા આઉટલેટમાંથી ખાસ કરીને પિઝામાંથી જીવાત નીકળતી હોવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. શહેરની હોટલો અને રેસ્ટોરન્ટ્સ સ્વચ્છતા જાળવે છે કે નહીં, સારી ક્વોલિટીની વસ્તુઓનો ઉપયોગ કરે છે કે નહીં વગેરેની તપાસ કરવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની(The Ocean Pizza) હોય છે. પરંતુ કોર્પોરેશન આ બાબતની જરાય દરકાર લેતું ન હોય તેવું આજે સામે આવેલા વીડિયો પરથી લાગી રહ્યું છે.
આ મામલે તેઓની સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવ્યું
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શ્લોક રેસિડેન્સી રોડ ઉપર સરજુ અરેના કોમ્પ્લેક્સમાં આવેલા The Ocean Pizzaમાં પિઝા ખાવા માટે ગયેલા પરિવારને કડવો અનુભવ થયો હતો. પિઝામાંથી જીવાત નહીં પરંતુ પ્લાસ્ટિક નીકળ્યું હતું. જેથી તેઓએ તેમના મિત્રને જાણ કરતા ત્યાં આવી પહોંચ્યા હતા. બંનેએ આ મામલે પિઝા આઉટલેટના માલિક સાથે વાત કરી હતી. પરંતુ માલિક દ્વારા આ મામલે તેઓની સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરી દેજો તેમ કહ્યું હતું. આ મામલે તેઓએ પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ પોલીસ ત્યાં આવી નહોતી. આ બે મિત્રોએ જ્યારે કિચનમાં તપાસ કરી તો ઊલટી થાય તેવી ગંદકી જોવા મળી હતી. તેમજ સડેલા બટાટા અને વાસી બ્રેડ પણ જોવા મળી હતી. આ દૃશ્યો બન્ને મિત્રોએ પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારી કેદ કરી લીધાં હતાં.
મિત્રને ફોન કરી સમગ્ર હકીકત જણાવી
જોકે, બાદમાં તેઓએ પોતાના મિત્રને ફોન કરીને સમગ્ર હકીકત જણાવતા તેમના મિત્ર કિરણ ચૌહાણ ત્યાં પહોંચ્યા હતા. જે બાદ તેઓ The Ocean Pizzaના કિચનમાં જતાં તેઓની આંખો પહોંળી થઈ ગઈ હતી. કારણ કે કિચનમાં તો ઊલટી થઈ જાય તેવી ગંદકી હતી, સાથે જ કિચનમાં સડેલા બટાકા અને ફૂગ વળી ગયેલી બ્રેડ પડી હતી. જેનો તેઓએ વીડિયો પણ ઉતાર્યો હતો.
રસોડામાં જોવા મળી ગંદકી
કિરણ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા મિત્રએ મને જાણ કરતા હું ત્યાં પહોંચ્યો હતો, જે બાદ પિઝામાંથી પ્લાસ્ટિકનો ટુકડો નીકળ્યાની માલિકને ફરિયાદ કરી તો તેઓએ અમારી સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું. જ્યારે તેમના આઉટલેટ કિચનમાં તપાસ કરી તો ત્યાં ગંદકી જોવા મળી હતી. તો વાસી વસ્તુઓ પણ મળી આવી હતી.
શું કરશે AMC કાર્યવાહી?
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પિઝા આઉટલેટમાંથી ખાસ કરીને પિઝામાંથી જીવાત અથવા તો કોઈપણ ચીજવસ્તુ નીકળતી હોવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. બ્રાન્ડેડ પિઝા હોય કે અન્ય પિઝા આઉટલેટ હોય તેમાં આવી ઘટનાઓ બનતી રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા પિઝા આઉટલેટ વગેરેમાં તપાસ કરવામાં આવતી નથી. શહેરની તમામ હોટલ અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે કે કેમ? તેમના રસોડામાં યોગ્ય સફાઈ હોય છે કે નહીં તે વગેરે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસ કરવાની હોય છે.
લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બની
અગાઉ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી. તેમજ એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામા જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના-નાના જીવડા નીકળ્યા હતાં. જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App