રાજકોટ | ધાનાણી ‘હરખપદુડા’ થતાં તેની સામે નોંધાઈ ફરિયાદ; પટેલો અને ક્ષત્રિયો વિશે બોલ્યા એવું કે… જુઓ વિડીયો

Complaint against Paresh Dhanani: ચૂંટણી ટાણે વિવાદાસ્પદ નિવેદનોની જાણે હોડ મચી હોય તેમ એક પછી એક નેતાઓના ચર્ચાસ્પદ બયાનો સામે આવી રહ્યા છે. રાજકોટની એક સભામાં પરેશ ધાનાણીએ પ્રવચનમાં કહ્યું હતું કે, અમારા પટેલો અને બાપુઓએ હરખપદુડા થઈ ભાજપને વટ વૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું હતું. આ જ ભાજપે 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા.આ ટિપ્પણી મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ(Complaint against Paresh Dhanani) નોંધાવવામાં આવી છે. જેથી હવે જિલ્લા ચૂંટણી તંત્ર તેમને નોટિસ ફટકારી તપાસ હાથ ધરશે.

‘ભાજપને મોટું વટ વૃક્ષ બનાવવામાં અમારા પટેલીયા અને બાપુઓનો મોટો હાથ’
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ જાહેરસભા સંબોધી હતી. પરેશ ધાનાણીએ પોતાના ભાષણ દરમિયાન પાટીદાર આંદોલનને યાદ કરી ભાષણ કર્યું હતું. સાથે જ તેઓએ હાલના ક્ષત્રિય સમાજના આંદોલનને પણ આવરી લઇ નિવેદન કર્યું હતું. તેમણે કટાક્ષ સાથે જણાવ્યું હતું કે, ભાજપને મોટું વટ વૃક્ષ બનાવવામાં અમારા પટેલીયા અને બાપુઓનો મોટો હાથ હતો.

આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી વધુ 132 ફરિયાદ નોંધાઇ
પરેશ ધાનાણીએ ક્ષત્રિય અને પાટીદાર સમાજને હરખપદુડા કહેતા ભાજપે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.રાજકોટ પશ્ચિમમાં આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી વધુ 132 ફરિયાદ નોંધાઇ છે. આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી ઓછી 7 ફરિયાદ જસદણમાં નોંધાઈ છે.

પરેશ ધાનાણીના નિવેદન બાદ વિવાદ
આ નિવેદન બાદ વિવાદ થઈ રહ્યો છે.આ સાથે ધાનાણીએ 1995ને યાદ કરાવ્યો હતો. ધાનાણીએ પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે કોઈ સમાજ બાકી રહ્યા નથી, વારાફરતી બધાનો વારો આવી રહ્યો છે. મળતી મુજબ રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આ દરમિયાન માલધારી સમાજના કાર્યક્રમમાં પરંપરાગત ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં પાટીદારો અને ક્ષત્રિયોને હરખ પદુડા કહી કટાક્ષ કર્યો હતો.

શું હતો મામલો?
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ‘1995માં આપણે 18 વરણ એક થઇ ભય, ભૂખ, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું હતું. બધાએ લોહી પરસેવાના ટીપેથી સીચીને એને વટ વૃક્ષ બનાવ્યું. એમાં પણ અમે પટેલીયા અને બાપુ બે બળે ચડ્યા, હરખપદુડા ભાજપના બીને દરરોજ ઉઠી દશ ડોલ પાણી પાયું. જેથી આ વૃક્ષ જલ્દી મોટું થાય અને ભરઉનાળે છાયો મળશે. 2015માં અમારે અખતરો કરવાનો આવ્યો ત્યારે અમને ખબર પડી કે વાહા ફાટી ગયા.’તેમણે કહ્યું હતું કે,

આજ ભાજપ સરકાર હતી એની સૂચનાથી પોલીસે અમારી માં-બેન, દીકરીઓને ઢોર માર મારી લોટ બાંધી દીધો. એના આંસુ એના અહંકારને ઓગળી ન શક્યા. હું ત્યારે પણ કહેતો હતો કે વારા ફરથી વારો મેં પછી વારો. કોઈ બાકી રહ્યું છે ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો છે. બાપુ બચ્યા હતા અને હવે આ વખતે એનો વારો પણ આવી ગયો. આ કોઈના નથી.