GSEB બોર્ડનું પરિણામ જાહેર, સુરતના A1 ગ્રેડના 328 માંથી 100 વિદ્યાર્થીઓ આશાદીપ સ્કુલના

GSEB Result 2024: ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરિક્ષાના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના વિદ્યાર્થીઓ મોખરે રહ્યા છે. સાયન્સમાં સુરતી વિદ્યાર્થીઓ હીરાની જેમ ચમકતાં 87.84 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓનું 90.45 ટકા પરિણામ જાહેર થયું છે.આ સાથે જ આખા સુરતમાં કુલ 328 વિદ્યાર્થીઓએ સાઇન્સમાં A-1 ગ્રેડ મેળવ્યો છે. તેમાંથી 71 વિદ્યાર્થી આશાદીપ સ્કૂલના (Ashadeep School) હોવાનું સામે આવ્યું છે.

328 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો

ધોરણ 12 સાયન્સનું સુરત જિલ્લાનું 85.56 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 328 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 1844 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે જ B1માં પણ 2931 અને B2માં 2994 વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 93.38 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાંથી સાઇન્સમાં A-1 ગ્રેડ મેળવનાર 71 વિદ્યાર્થી આશાદીપ સ્કૂલના હોવાનું સામે આવ્યું છે.એટલે કે સુરતમાં સાઇન્સમાં A-1 ગ્રેડ મેળવનાર માત્ર 24% વિદ્યાર્થીઓ આશાદીપના હોવાનું સામે આવ્યું છે.

GSEB Result 2024 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય વિષયોની લેખિત પરીક્ષા 1.30 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જ્યારે ગુજકેટની પરીક્ષા 1.36 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4.80 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. આમ કુલ 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

કોમર્સનું પરિણામ સુધર્યુ

સુરતનું સામાન્ય પ્રવાહનું પરિણામ 90.45 ટકા આવ્યું છે. જે અગાઉ 73.27 ટકા જેટલું હતું. કુલ 1703 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મળ્યો છે. વિદ્યાર્થીઓને મળેલી આ સફળતાથી વાલીઓની સાથે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખાઈને ઉજવણી કરી હતી.

વિજ્ઞાન પ્રવાહનું ઓવરઓલ પરિણામ 82.45 ટકા

વિજ્ઞાન પ્રવાહમાં 82.45 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં 91.91% પરિણામ આવ્યુ છે. વિજ્ઞાન પ્રવાહમાં રીપીટરમાં 32 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 97.2 ટકા આવ્યુ છે. જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યુ છે. મોરબી જિલ્લાનું સૌથી વધારે પરિણામ આવ્યુ છે.જયારે સામાન્ય પ્રવાહનું આ વર્ષે 91.93 ટકા પરિણામ આવ્યુ છે. ગાંધીનગરના છાલા કેન્દ્રમાં સૌથી વધારે પરિણામવાળું કેન્દ્ર બન્યું છે. સૌથી વધારે પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો બોટાદ જિલ્લો મોખરે છે. જ્યારે જુનાગઢમાં સૌથી નીચું પરિણામ આવ્યુ છે.