UPSC Recruitment 2024: પરીક્ષા વગર જ સરકારી અધિકારી બનવાની તક- આ લાયકાત હોવી જરૂરી; લાખોમાં મળશે પગાર

UPSC Recruitment 2024: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ માર્કેટિંગ ઓફિસર, ટ્રેનિંગ ઓફિસર અને અન્ય જગ્યાઓ માટે ભરતીની(UPSC Recruitment 2024) જાહેરાત કરી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે.

ખાલી જગ્યાની માહિતી
માર્કેટિંગ ઓફિસર: 33 જગ્યાઓ
તાલીમ અધિકારી: 16 જગ્યાઓ
મદદનીશ સંશોધન અધિકારી: 15 જગ્યાઓ
મદદનીશ ખાણકામ ઈજનેર: 7 જગ્યાઓ
એસોસિયેટ પ્રોફેસર: 2 જગ્યાઓ
મદદનીશ કમિશનર: 1 પોસ્ટ
ટેસ્ટ એન્જિનિયર: 1 પોસ્ટ
વૈજ્ઞાનિક અધિકારી: 1 પોસ્ટ
ફેક્ટરી મેનેજર: 1 પોસ્ટ
પ્રોફેસર (સિવિલ એન્જિનિયરિંગ): 1 પોસ્ટ
પ્રોફેસર (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ એન્જિનિયર): 1 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી માઇનિંગ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઑફ ટેક્નોલોજી ડિગ્રી હોવી આવશ્યક છે. મેટાલિફેરસ (કોલસા સિવાયની) ખાણોમાં સુપરવાઇઝરની પોસ્ટમાં મુખ્ય ખાણકામ પ્રવૃત્તિમાં બે વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.

આટલી ઉંમર હોવી જોઈએ
મદદનીશ ખાણકામ ઈજનેર માટે મહત્તમ વય 30 વર્ષ છે.
OBC કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ મળશે.
એસસી, એસટીને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને દિવ્યાંગોને દસ વર્ષની છૂટ આપવામાં આવી છે.

આટલી ફી રહેશે :
SC, ST, વિકલાંગ: મફત
અન્ય તમામ શ્રેણીઓ: રૂ. 25

પગાર:
લેવલ 13A પે મેટ્રિક્સ 7 CPC હેઠળ, પગાર 44900-142400 રૂપિયા હશે.

પસંદગી પ્રક્રિયા:
લેખિત પરીક્ષા
ઈન્ટરવ્યુ
ડોક્યુમેન્ટની ચકાસણી

આ રીતે અરજી કરો:
સત્તાવાર પોર્ટલ upsconline.nic.in પર જાઓ.
નોંધણી ફોર્મ પર ક્લિક કરીને નોંધણી કરો.
જરૂરી વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.
ફી ભરીને ફોર્મ સબમિટ કરો.
ફોર્મની પ્રિન્ટઆઉટ લો અને તેને રાખો.