AAP Corporator Mahesh Anghan: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે સુરતના કોસાડ સ્થિત બસ ડેપોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમને જાણવા મળ્યું કે સુરતની જીવ દોરી સમાન એવા બીઆરટીએસની 175 બસ બસ ડેપોમાં ધૂળ ખાય છે. ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે(AAP Corporator Mahesh Anghan) તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્વ્યા હતા. તેમજ મહેશ અણઘણે પાલિકા કમિશ્નરને આ બાબતે રસ લઇ તાત્કાલિક ધોરેણ આ વાતનો યોગ્ય નિકાલ લાવવા જણાવ્યું હતું.
તંત્ર ભ્રષ્ટ, ભાજપ ભ્રષ્ટ સૌની મિલી ભગત થી જનતા ત્રસ્ત : મહેશ અણઘણ
સીટી બસો બંધ છતાં પૈસા ચુકવાઈ રહ્યા છે : મહેશ અણઘણ
સુરત બીઆરટીએસ અને સિટી બસમાં ચાલતી લાલિયાવાડી સંદર્ભે આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે મનપા કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. જે પૈકી હંસા વાહન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ને આ સેવા પૂરી પાડવા માટે 300 સીટી બસ અને 50 બી.આર.ટી.એસ. કોરિડોર પર કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં અવાર-નવાર આ એજન્સીની ગેરરીતિઓ સામે આવી છે, તેમ છતાં માત્ર નાની પેનલ્ટી આપીને તેમના કોન્ટ્રાક્ટ ને શરૂ રાખવામાં આવેલ છે.
હાલના સમયે શહેરના વિવિધ રૂટ પર જે બસો શરૂ છે, તેમાં બસની કેપેસિટી કરતા પણ વધુ લોકો બસમાં બેસવા મજબૂર બન્યા છે. જેનું મુખ્ય કારણ છે કે બસ ઓપરેટર જે તે રૂટ પર પૂરતી બસ પુરી પાડતા નથી. જે માટે અવાર-નવાર કોસાડ ખાતે હંસા વાહન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના વાહન ડેપો પર મુલાકાત કરવામાં આવેલ ત્યારે ત્યાં અસંખ્ય બસો બ્રેક ડાઉન માં હોય છે.
પરંતુ જ્યારે મહેશ અણઘણે તારીખ 21/5 /2024 ના રોજ આ ડેપો ની મુલાકાત કરી ત્યારે 175 થી વધુ બસ આ ડેપો પર બ્રેકડાઉન હાલતમાં જોવા મળી હતી. ત્યાંના કામ કરતાં માણસો સાથે મૌખિક ચર્ચા કરતા એવું પણ ધ્યાનમાં આવ્યું કે આટલી બસો તો ચાર મહિના કરતાં વધુ સમયથી સતત બંધ રહે છે એટલે કે 350 માંથી 175 બસો જો બ્રેકડાઉનમાં રહેતી હોય તો આ એજન્સી સેવા પૂરી પાડવા માટે સક્ષમ નથી.
મહેશ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, આનાથી વિશેષ આ બસો જ્યારે બ્રેકડાઉનમાં છે તો બસ ડેપો મેનેજરને પણ આ બાબતે ખ્યાલ નથી. જેનો મતલબ એવો થાય કે ઓનપેપર આ બસો શરૂ છે અને આ માટે રૂપિયા પણ ચૂકવાઇ રહ્યા છે. પાંચ મહિનામાં 300 સીટી બસ માટે પાલિકા દ્વારા 23 કરોડ 52,51,840 એટલે કે એક બસ દીઠ ₹7,84,172 રૂપિયાની ચુકવણી થઈ, જ્યારે બીઆરટીએસની 50 બસ માટે બે કરોડ 55 લાખ 91,1104 એટલે કે એક બસ દીઠ પાંચ લાખ 11,822 થી ચુકવણી થઈ એટલે કે સીટી બસને બીઆરટીએસ બસ કરતા અંદાજિત 53% જેટલા રૂપિયા વધુ ચૂકવાયા હોય તેવું સાબિત થાય છે. જે દર્શાવે છે કે દરેક બસ બંધ હોવા છતાં પણ રૂપિયાની ચુકવણી થઈ હોઈ શકે તેવું સાબિત થાય છે.
આ માટે બસ ડેપો મેનેજર મુખ્ય ભૂમિકામાં હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જ્યારે આ માટે મેનેજમેન્ટ અને તેનું જીપીએસટી મોનિટરિંગ કરનાર પણ જવાબદાર હોય તેઓની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને સાથે ઇજારદાર દ્વારા આ કામ માટે અધિકારીઓને કોઈપણ પ્રકારના લોભ લાલચથી ગેરરીતિઓ કરવા મજબૂર કર્યા હોય તો તેમની વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવામા આવે અને એજન્સી હંસા વાહન ઇન્ડિયા ને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવા કાર્યવાહી કરવા મહેશભાઈ અણઘણે કમિશ્નર ને ભલામણ કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App/