Gujarat Monsoon 2024: ગુજરાતની જનતાને આકરી ગરમી અને બફારાથી રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. 7 થી 10 જૂને દક્ષિણ મહારાષ્ટ્ર, ગોવા, પૂનામાં વરસાદ પડી શકે છે. તેમજ ભારેથી અતિભારે વરસાદ(Gujarat Monsoon 2024) થવાની શક્યતા છે. મુંબઈમાં 10 જૂન સુધી ચોમાસુ પહોંચી બેસી જશે.
15 મી જૂન આપસાપ રાજ્યમાં ભારે વરસાદ પડશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરતા જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાય શકે છે. વધુમાં તેમણે કહ્યું કે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. જેની અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોનસુન એક્ટિવીટીની અસર ગુજરાતમાં જોવા મળશે.
દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે. તેમજ નવસારી, પંચમહાલ, દાહોદનાં ભાગોમાં આંધી વંટોળ આવવાની શક્યતાઓ રહેલી છે. આ સાથે ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ 15 મી જૂન આપસાપ રાજ્યમાં ભારે વરસાદ આવશે.
આ વર્ષે કેવું રેહશે ચોમસું
રાજ્યમાં 15 મી જૂન આસપાર આહવા, ડાંગ, વલસાડ, ભરૂચ, સુરતનાં ભાગોમાં વરસાદ આવશે. તેમજ જૂનાગઢ, ગીર અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તેમજ મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. આ વર્ષે ચોમાસું કેવું રેહશે તે અંગે જણાવતા અંબાલાલા પટેલે જણાવ્યું હતું કે સીઝનનો પહેલો વરસાદ વાવણી લાયક રહેશે. તેમજ 19 થી 21 જૂન મુંબઈનાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App